<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ગુજરાતના ભીંતચિત્રોનો વારસો અમૂલ્ય: ભીંતચિત્રો માનવીના ભાવ અને લાગણીઓની અભિવ્યક્તિનું માધ્યમ છે

ગુજરાતના વિસરાતા ભીંતચિત્ર વારસાનું જતન એ વિષયે ભુજમાં વક્તવ્ય યોજાયું :કચ્છના જાણીતા ઉદ્યોગપતિ અને તસવીરકાર પ્રદીપ ઝવેરી તથા ભુજના સંશોધક અને લેખિકા ડૉ. પૂર્વી ગોસ્વામી ના પુસ્તક 'ગુજરાતની વિસરાતી જતી ભીંતચિત્ર કલા” એ પુસ્તક ના આધારે વિચારો રજુ કર્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  ચિત્રકળાને તમામ કળાઓમાં શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે અને એમાં પણ ભીતચિત્ર એ વિવિધ સમાયગાળાની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિને રજૂ કરવાનું મું મહત્વનું કાર્ય જ ાનથી કરતું પરંતુ તેમાં દર્શાવેલી તમામ બાબતો સમકાલીન સમાજની ઐતિહાસિક બાબતોને ઉજાગર કરે છે.

અહીં વિશ્વ વારસા દિવસના નિમિતે વૈવિશ્વક સ્તરે નકકી કરાયેલી થીમ આપણી સંસ્કૃતિના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના સંદર્ભમાં સુરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કચ્છના જાણીતા ઉદ્યોગપતિ અને તસવીરકાર પ્રદીપ ઝવેરી તથા ભુજના સંશોધ ક અને લેખિકા ડૉ. પૂર્વી ગોસ્વામી ના પુસ્તક 'ગુજરાતની વિસરાતી જતી ભીંતચિત્ર કલા” એ પુસ્તક ના આધારે તેના સહ લેખિકા ડૉ. પૂર્વી ગોસ્વામીએ 'વિસરાતા ભીત ચિત્ર વારસાનું જતન' એ વિષય પર યોજાયેલા વક્તવ્યમાં તેમણે આ મુજબના વિચારો રજુ કર્યા હતા,

આ અવસરે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલાં આરતીબા કુમારી જાહેજાએ કચ્છના બચી ગયેલાં ભીતચિત્રોના સંશોધન, અભ્યાસ અને એના જતન અને સંવર્ધન માટે તમામ સહયોગની ખાતરી આપી આપણા વારસનાના જતન માટે નવી પેઢીને જાગુ તે બનવા અપીલ કરી હતી.

વ્યાખ્યાતા ડો પૂર્વીએ કચ્છના ભીતચિત્રો અને કોઈ સ્વતંત્ર શૈલી નહી હોવાનું પોતાનું મંતવ્ય કરતાં કચ્છના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ભીતચિત્રોને દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા રજુ કરી પોતાના મંતવ્યને પર્થાથ ઠેરવતા આધારો રજુ કરી દરેક ચિત્રોની રજૂઆતમાં રહેલી ભીન્નતાને દર્શાવી હતી. તેમણે ગુજરાતના ખાસ કરીને વડોદરા અને મધ્ય ગુજરાત તથા અન્ય પ્રાંતોમાં રહેલાં ભીતચિત્રોની પોતાના પુસ્તકમાં કરાયેલી રજુઆતની વિગતો આપી હતી.

કાર્યક્રમના આયોજક ઈતિહાસ સંશોધક અને લેખક નરેશ અંતાણીએ સૌને આવકારતાં કચ્છના નષ્ટપ્રાય બની રહેલાં ઐતિહાસિક સ્મારકોને બચાવવા સામુહિક અભિયાન જરૂરી હોવાનું જણાવી કલાતીર્થ સંસ્થાની કલાવિષયક પ્રકાશક પ્રવૃત્તિનો પરિચય આપ્યો હતો. તેમણે કલાતીર્થ દ્વારા પ્રકાશિત કરાયેલાં ભીતચિત્રોના પુસ્તકની વાત કરી તેના લેખક અને તસવીરકાર પ્રદીપ ઝવેરીનો પરિચય આપી તમણે આજ થી અઢી ત્રણ દાયકા પહેલાં કચ્છના ભીતચિત્રોનું તેમણે કરેલા દસ્તાવેજીકરણની વિગતો આપી હતી. આ અવસરે કચ્છમિત્રના ક્ટારલેખક શાંતિ લાલ સોની પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે કચ્છી સર્જક ડો. કાંતિભાઈ ગોર, સંશોધક લેખક સંજય ઠાકર, ઉપેન્દ્ર ઉપાધ્યાય, ઝવેરી લાલ સોનેજી, હસમુખ મચ્છર, નિવૃત પીઈઆઈ એમ.એ. ગાંધી, દલપત દાણીધારિયા, દિલીપ અચાર્ય, ગીતાબહેન ગોર, ડો. એકતા જોશી, હેમપુરી ગોસ્વામી, કિરીટ સિંહ જાડેજા,દયારામ જણસારી સહિતના હાજર રહ્યા હતા. સંચાલન કૃપાલી જોશીએ કર્યું હતું. બનીપ બાવલ, અલિત વોરા, કાર્તિક સોલંકી, સંજય રાજપુત આયોજનમાં સહયોગી રહ્યા હતા.

(9:37 AM IST)