<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૪૮ ટેકસ ડિફોલ્‍ટર સામે કેસ કરીને RTOએ રૂ. ૧૭ લાખની વસૂલાત કરી

વઢવાણ તા. ર૪: સુરેન્‍દ્રનગર જિલ્લામાં બાઇક, થ્રી-ફોર વ્‍હીલર, હેવી વાહન સહિતના વાહનોની સંખ્‍યા વધી રહી છે. તેમાંય કેટલાક વાહનો જેમકે ખાનગી ટ્રાવેલ્‍સો, ખાનગી સ્‍કૂલ બસો, ગુડ્‍ઝ કેરીયર વાહનો તેમજ અન્‍ય વાહનો ધંધાને અનુલક્ષીને રોડ પર દોડી રહ્યા છે. પરંતુ રોડ પરનો જે વાહનો ઉપર ટેક્‍સ લાગે છે, તે ભરવામાં વાહનમાલિકો આળસ કરતા હોય છે. આથી તંત્ર દ્વારા આ બાબતે વાહનમાલિકોને વારંવાર એકથી વધુ વખત નોટિસો પણ ફટકારવા છતા રકમ ભરતા નથી.

પરિણામે જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા નિયમનો દંડો ઉગામીને કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા આરટીઓ અધિકારી પી.કે.પટેલની સૂચનાથી જુદી જુદી ટીમો બનાવીને માર્ચ-૨૦૨૫ના સમયગાળામાં નિયમોનો ભંગ કરતા વિવિધ ૪૫૪ કેસ કરવામાં આવ્‍યા હતા. જેમાં ૪૮ જેટલા ટેક્‍સ ડિફોલ્‍ટર સામે કેસ કરીને રૂ. ૧૭,૦૦,૦૦૦ની વસૂલાત કરવામાં આવી હતી. બાકી ટેક્‍સદારોને રકમ ભરી જવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. (૭.૧પ)

(10:14 AM IST)