<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

અમરેલીમાં વિમાન તૂટી પડવાની દુર્ઘટના : દિલ્‍હીની ટીમ દ્વારા તપાસ

 

(અરવિંદ નિર્મળ  દ્વારા) અમરેલી, તા.૨૪: અમરેલી શાસ્‍ત્રીનગર વિસ્‍તારમાં મીની પ્‍લેન ક્રેશ થયેલ એની ઘટનાને લઇ રાત્રિ દરમિયાન દિલ્‍હી થી એવીઅસન ની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી

એવિએશન ની ટીમ દિલ્‍હી થી રવાના થઈ મોડી રાત્રે ઘટના સ્‍થળે પહોંચી હતી  તેમણે સમગ્ર ઘટના અંગે સ્‍થળ તપાસ કરી ત્‍યાં ના રહીશો પાસે થી માહિતી એકત્ર કરી હતી

ક્રેશ થઈ ગયેલા પ્‍લેન માંથી જરૂરી બળી ગયેલા કાગળો તથા બોક્‍સ અને પાર્ટસ એકત્ર કરી આગળની તપાસ માટે લઇ ગયેલ છે જરૂરી વિગતો એકત્ર કરવા માટે સ્‍થાનિક પોલિસ નો પણ સહારો લેવામાં આવ્‍યો હતો.

(1:51 PM IST)