<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

આતંકવાદીઓને ઠાર મારો

 

જામનગરમાં આક્રોશ : જામનગરઃ જમ્‍મુ કાશ્‍મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને નિર્દોષ હિન્‍દુઓને મોતને ઘાટ ઉતારવા બદલ આતંકવાદના વિરોધમાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા જામનગરમાં બેડી ગેટ વિસ્‍તારમાં આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્‍યું હતું. અને આ હુમલાને વખોડી કાઢી આતંકીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી ધર્મના નામે હત્‍યારા આતંકીઓને ઠાર કરવાની માગણી કરવામાં આવી છે. આતંકવાદીના પૂતળા દહન વખતે વિશ્વ હિન્‍દુ પરિષદના વિભાગ અધ્‍યક્ષ ભરતભાઈ ડાંગરિયા, જિલ્લા અધ્‍યક્ષ રમેશભાઈ તારપરા, શહેર અધ્‍યક્ષ વિજય બાબરીયા, ઉપાધ્‍યક્ષ સુબ્રમણ્‍યમ પીલે,સેવા વિભાગના પ્રમુખ કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક ક્‍લપેનભાઈ રાજાણી, બજરંગ દળ સહસંયોજક ધ્રુમિલ લંબાટે સહિતના વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરો જોડાયા હતા.(અહેવાલ : મુકુંદ બદીયાણી) (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:42 PM IST)