<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ખંભાળિયા પાસે પોરબંદર-ભાણવડ રોડ પર અકસ્માતમાં ૨ ના મૃત્યુ

ટ્રકની નીચે ફસાયેલા બંને યુવાનોના મૃતદેહો કાઢવા માટે જેસીબી અને ક્રેઈન બોલાવવી પડી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩'દિથી અકસ્માતના બનાવનું કાળચક્ર

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૫ : ખંભાળિયામાં પોરબંદર-ભાણવડ રોડ પર અકસ્માતમાં ૨ ના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડ તરફથી આવતા બે બાઈક સવાર પોરબંદર જતા હતા ત્યારે ટ્રક સાથે અથડાયા હતા અને ટ્રક નીચે દબાઈ જતા બંને વ્યક્તિઓના કરૂણ મૃત્યુ નીપજ્યા છે ટ્રકની નીચે બાઈક સાથે ફસાયેલા બંને યુવાનોના મૃતદેહો કાઢવા માટે જેસીબી અને ક્રેઈન બોલાવવામાં આવી હતી તથા વીજ પુરવઠો બંધ કરવા ફરજ પડી હતી.

        ગઈકાલે જ કલ્યાણપુર તાલુકામાં અકસ્માતમાં દંપતિના મૃત્યુ પછી તથા આગલા દિવસે પણ એકનું અકસ્માતમાં મોત પછી આજે ત્રીજા દિવસે પણ સતત આ રીતે અકસ્માત મૃત્યુના બનાવો બનતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતના બનાવનું કાળચક્ર ચાલતું હોય તેવું લાગે છે.

(9:40 AM IST)