<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વિંછીયાના મોબાઇલશોપનાં વેપારી ભાવેશ અને હથિયાર ધારક જોરૂભાઇ ખાચરની ધરપકડ

લાયસન્‍સ ન હોવા છતા ઇન્‍સ્‍ટ્રામાં હથિયર સાથે ફોટો અપલોડ કરવાનું ભારે પડયું

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો નજરે પડે છે. (૪.૪)

રાજકોટ, તા. ર૧ : લાયસન્‍સ ન હોવા છતાં હથિયાર સાથેનો ફોટો ઇન્‍સ્‍ટ્રાગ્રામમાં અપલોડ કરનાર વિંછીયાના વેપારી અને હથિયારધારક સામે રૂરલ એસઓજીએ ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી હતી.

લાયસન્‍સ વગર હથિયારો સાથે સોશ્‍યલ મીડીયામાં ફોટો અપલોડ કરતા શખ્‍સો સામે વોચ રાખવા રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલ સુચના અન્‍વયે રૂરલ એસઓજીના ઇન્‍ચાર્જ પીઆઇ બી.સી. મિંયાત્રા તથા સ્‍ટાફની તપાસમાં વિંછીયામાં મોબાઇલની દુકાન ધરાવતા ભાવેશ ઉર્ફે ભાવીક પરસોતમભાઇ રોજાસરાએ લાયસન્‍સ ન હોવા છતાં હથિયાર સાથેનો ફોટો તેના ઇન્‍સ્‍ટ્રા ગ્રામમાં અપલોડ કર્યાની જાણ થતા તેને દબોચી ગઇ પુછતાછ કરતા આ હથિયાર તેના મિત્રના પિતા જોરૂભાઇ જીવાભાઇ ખાચર રે. દડલી તા. વિંછીયાનું હોવાની કબુલાત આપતા રૂરલ એસ.ઓ.જી.એ બન્ને સામે ગુન્‍હો દાખલ કરી દબોચી લઇ કાર્યવાહી કરી હતી. (૪.૪)

(10:16 AM IST)