News of Friday, 25th April 2025
હની ટ્રેપમાં મોટી રકમનો તોડ કરતો એક પોલીસ કર્મી અન્ય જીલ્લાનો હોવાની ચર્ચા
જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડે દ્વારા તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી) દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડેના ધ્યાને એક મહિલા અને એક પોલીસ કર્મી સહિત કેટલાક લોકો દ્વારા એક રાજકોટના નામાંકિત આસામીને આવતા જીલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે દ્વારા અંત્યત કડકાઇ ભરી સૂચના આપી એલ.સી.બી સહિતની પોલીસને કામે લગાડી ગુનો દાખલ કરવા તથા આરોપી પોલીસ કર્મીઓ પકડી પાડવા ચક્રો ગતિ માન કર્યા છે.
દ્વારકા જીલ્લામાં આવડી મોટી રકમની પ્રથમ હનીટ્રેપ માનવામાં આવી રહી છે.જો કે ફરિયાદી આ ફરિયાદમાં પણ ઢિલાસ દાખવતા હતા, પરંતુ જીલ્લા પોલીસ વડાશ્રી નિતેશ પાંડે દ્વારા તમામ ખાત્રી આપતા ફરિયાદ થી તજવીજ હાથ ધરાઇ છે.
આ હનીટ્રેપમાં એક, બે મહિલા તથા એક પોલીસ કર્મી સહિત ત્રણ થી ચાર લોકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો અત્યંત ગુપ્ત રીતે હનિટ્રેપના ઉડાણપૂર્વક જઇ ગુનો દાખલ કરાવ્યા બાદ ચોકકસ વિગતો બહાર આવી શકશે. અત્યંત માટી રકમનો તોડ કર્યાનું માનવામાં આવી રહ્યું છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
