તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Friday, 25th April 2025
ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસનો નવી નગર રચના મામલે વિરોધ દર્શાવી વોક આઉટ
ટીપી સ્કીમ મામલે કોંગ્રેસ મેદાને: ભાજપના એક બે આગેવાનોના આર્થિક હિત માટે પ્રજા પર કરોડો રૂપિયાનો બોજો લાદવા ભાજપની તૈયારી :દીનેશ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ

ધોરાજી :- ધોરાજી નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ હોદ્દેદારોને નિમણૂક કરવાની જનરલ બોર્ડ ની બેઠક મળ્યા બાદ ફરી સાંજે 5:00 વાગે ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી
ધોરાજી નગરપાલિકાના નવનિયો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાયલબેન ધોળકિયા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના 24માંથી 22 સુધરાઈ સભ્યો હાજર હતા અને કોંગ્રેસમાંથી બારમાંથી નવ ઉપસ્થિત રહ્યા હતા
આ બાબતે નગરપાલિકાના હેડ ક્લાર્ક ભાવેશભાઈ ભટ્ટ એ માહિતી આપતા જણાવેલ કે નગરપાલિકાની જનરલ બોર્ડમાં કુલ 36 માંથી 31 સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
જ્યારે જનરલ બોર્ડના એજન્ડામાં 30 પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા અને પ્રમુખશ્રીના ચેરમાંથી નવ પ્રશ્નો મુકવામાં આવ્યા હતા જે ચર્ચા વિચારણા ને અંતે કોંગ્રેસના 9 વિરોધ પક્ષના સભ્યો 30 અને 9 પ્રશ્નોનો વિરોધ સાથે પત્ર આપી વોક આઉટ કર્યું હતું
જ્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ડી.એલ. ભાષા તેમજ દંડક યુસુફભાઈ નવીવાલા એડવોકેટ એ માહિતી આપતા જણાવેલ કે નગરપાલિકાના જનરલ બોર્ડમાં અમોએ લેખિતમાં ટાઉન પ્લાનિંગ (ટીપી) જે ગેરકાયદેસર રીતે બોર્ડમાં મુકતા જેનો અમોએ લેખિતમાં વિરોધ કર્યો છે જો બહુમતીથી પસાર કરશે તો અમો હાઇકોર્ટ સુધી દરવાજા ખખડાવસુ તેવું જણાવેલું હતું
કોંગ્રેસના વોક આઉટ સાથે નગરપાલિકાનો જન્નત બોર્ડ પૂર્ણ થયું હતું
ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકાના જનરલ બોર્ડમાં લેખિતમાં ટીપી સ્કીમ માં સુધારણા અને ફેરફાર બાબતે વિરોધ નોંધાવ્યો
ધોરાજી શહેરમાં ટીપી સ્કીમ માં સુધારણા અને ફેરફાર કરી ભાજપના ચોક્કસ આગેવાનોનું હિત જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડી કામ કરી રહી હોવાનું શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના વિપક્ષના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શહેરોના સંતુલિત અને યોગ્ય વિકાસ માટે નવી નગર રચનાઓ લાગુ કરવામાં આવી હતી જેને લઇ નગરજનોને વિવિધ પ્રકારની સુવિધા મળી રહે ત્યારે નગર રચનામાં સુધારણા કરવા માટે આગામી જનરલ બોર્ડમાં એજન્ડા લેવામાં આવ્યો છે ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના વિપક્ષના હોદ્દેદારો દ્વારા તેના વિરોધ સાથે આક્ષેપો કરવામાં આવ્યા છે.
સાહેબ કોંગ્રેસ પ્રમુખે દિનેશ વોરા એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા આરોગ્ય કેન્દ્ર આધુનિક સ્કૂલ બાગ બગીચા વ્યવસાયિક સોપાનો રોડ રસ્તા સહિતના લાભો પ્રજાને મળવાના થતા હોય છે જે ટીપી સ્કીમ રદ કરવા અથવા સુધારણા કરવા ના નામે પ્રજાનું હિત કરી ભાજપના ચોક્કસ આગેવાનોને આર્થિક લાભ કરાવવાની ભાજપની નીતિ જાહેર થઈ ચૂકી છે.
ધોરાજી નગરપાલિકાના વિપક્ષના નેતા ડી.એલ ભાષાએ જણાવ્યું હતું કે ભાજપના અંગત મળતીયાઓને લાભ અપાવવા માટે ધોરાજી નગરપાલિકામાં ટીપી સ્કીમ માં સુધારણા માટેનો ઠરાવ લાગુ કરી પ્રજાને મળતી સુવિધા છીનવવા તેમજ ભાજપના ચોક્કસ આગેવાનોને આર્થિક લાભ કરાવવા માટેનો કારસો રચવામાં આવ્યો છે જેને લઇ પ્રજાની મળનારી નવી સુવિધા થી નગર જિલ્લો વંચિત રહેશે.
ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય અને વિપક્ષના દંડક યુસુફભાઈ નવીવાલાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા નગર રચના રદ કરવામાં કે સુધારણા કરવામાં આવે તો ધોરાજીની પ્રજા પર ત્રણ કરોડથી વધુનો બોજો પડે તેમ છે ધોરાજીની પ્રજાના વિકાસ માટે ખર્ચ કરવાની રકમ ભાજપના આગેવાનોના ફાયદા માટે વપરાશે પ્રજાના પૈસે ભાજપના એક બે વ્યક્તિને લાભ અપાવવા માટે ભાજપ અને નગરપાલિકા ની ભાજપ ની બોડી પ્રયાસો કરી રહી છે જે નિંદનીય છે.
નગર રચના એક અને નગર રચના બે જેમાં આંશિક રીતે ફેરબદલ કરવા ભાજપના આગેવાનોએ પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે સરકારમાં ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી છે પ્રજાનો વિકાસ રૂંધાય લોકોને સવલતો ન મળે અને પ્રજાના પૈસે ભાજપના આગેવાનોના કામ થઈ જાય તે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે.
ધોરાજી વિપક્ષના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી બોર્ડમાં નગર રચના મામલે જે મુદ્દો ઠરાવમાં લેવામાં આવ્યો છે તેનો વિરોધ કોંગ્રેસના નગરપાલિકાના તમામ સદસ્યો કરશે અને લેખિતમાં વિરોધ નોંધાવશે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
