<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

મુળી પંથકમાં ખાનગી જમીનમાં ખનન ૨૦૦ મેટ્રીક ટન કોલસો, ૭-ચરખી, ટ્રેકટર, બકેટ, કમ્‍પ્રેસર સહિત ૩૦ લાખનો મુદ્દામાલ કબજે

વઢવાણઃ તા.ર૬,મુળીના ખંપાળીયા ગામની સીમમાં ખાનગી માલિકીની જમીન ચાલતા ગેરકાયદે ખનન પર ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે દરોડો પાડી કાર્બોસેલના ૧૧ કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું. તંત્રની ટીમે સ્‍થળ પરથી ગેરકાયદે ખનન થયેલો ૨૦૦ મેટ્રીક ટન કોલસો, ૭-ચરખી, ટ્રેકટર, બકેટ, કંમ્‍ઙ્ઘેસર સહિત કુલ રૂા.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ખંપાળીયા ગામની સીમમાં થોડા દિવસો પહેલા ચોટીલા પ્રાંત અધિકારી સહિત મામલતદારની ટીમે દરોડો કરી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથધરી હતી.

જે અંતર્ગત અગાઉના દરોડામાં બાકી રહી ગયેલા ખાનગી માલીકીની જમીનમાં ખાતેદારો ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા હોવાની ફરિયાદોના આધારે રેઈડ કરી હતી.

જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ૧૧ કુવામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું ઝડપાયું હતું.

તંત્રની ટીમે સ્‍થળ પરથી અંદાજે ૨૦૦ મેટ્રીક ટન કોલસો, ૭-ચરખી, ૧૪-બકેટ, ૧-ટ્રેકટર, ૧-કંમ્‍૫પ્રેસર મળી કુલ રૂા.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જમીન ખાલસા કરવા તેમજ ગેરકાયદેસર કરેલ ખનન અને વેચાણ વસુલાતની કાર્યવાહી હાથધરી હતી જ્‍યારે ચોટીલા પ્રાંત અધિકારીની રેઈડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

(10:29 AM IST)