<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ખંભાળીયાના સતવારા અગ્રણી કરશનભાઇ સોનગરાનું ૧૦૧ વર્ષની ઉંમરે અવસાન

ખંભાળીયાઃ ખંભાળીયાના સતવારા પીઠ અગ્રણી તથા સામાજીક તથા સહકારી આગેવાન કરમનભાઇ દેવજી સોનગરાનું ૧૦૧ વર્ષની વયે મૃત્‍યુ થતાં ખંભાળિયાના સહકારીતંત્ર તથા સતવારા સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

ખંભાળિયાના સામાજીક કાયૃકર તથા દલિત ઉધ્‍ધારની પ્રવૃતિઓમાં અગ્રેસર તથા એમ.પી. શાહ છાત્રાલયના સ્‍થાપક એવા સ્‍વ.કરસનભાઇ વર્ષો સુધી સર્વોદય જુથ સેવા સહકારી મંડળી, શારદા હાઇસ્‍કુલ તથા સોૈરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિ, રાષ્‍ટ્રીય શાળા રાજકોટના વ્‍યવસ્‍થા મંડળમાં તથા અનેક સામાજીક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી મંડળમાં હતા. ૨૦૧૮માં ફુલછાબ દૈનિકનો સામાજીક સેવાનો ખાસ એવોર્ડ પણ તેમને મળ્‍યો હતો.

સાંજે પ્રાર્થનાસભા

ખંભાળીયાના સતવારા કરસનભાઇ દેવજીભાઇ સોનાગરા (ઉ.વ.૧૦૧) (મે.દેવજી ઝીણા ગાંધી વાળા) તે શાંતિલાલ (નિવૃત ના.મા.) મહેશભાઇ (નિવૃત ચિફ મેનેર બી.ઓ.બી.), હેમંતભાઇ (નિવૃત એગ્રીકલ્‍ચર ઓફિસર) રાજેન્‍દ્રભાઇ (નિવૃત મામલતદાર)ના પિતા તા.૨૪/૪/૨૫ના રોજ અવસાન પામ્‍યા છે. સદગતની પ્રાર્થનાસભા તા.૨૬/૪/૨૫ના સાંજે ૫/૩૦ થી ૬ વાગ્‍યા સુધી એમ.પી. શાહ છાત્રાલય જડેશ્વર રોડ ખંભાળિયા ખાતે રાખવામાં આવે છે.(૨.૨૧)

(11:02 AM IST)