<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

આતંકવાદીઓને ઠાર મારોઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જનાક્રોશ

ગામે-ગામ આવેદન, પૂતળા દહન, સુત્રોચ્‍ચાર સાથે ભારે રોષઃ મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પણ

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં લોધીકામાં પુષ્‍પાંજલી, ત્રીજી તસ્‍વીરમાં જસદણ અને ચોથી તસ્‍વીરમાં કાલાવડમાં શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઇ હતી. (તસ્‍વીર : ભીખુપરી ગોસાઇ (ખીરસરા), હિતેશ ગોસાઇ (જસદણ), સચિન આશરા (કાલાવડ)

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આતંકવાદ સામે જનાક્રોશ  ફેલાયો છે અને ગામે ગામ આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યા રહ્યા છે.

આ ઉપરાંત પૂતળાદહન, સુત્રોચ્‍ચાર સાથે ભારે રોષ છે. મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઇ રહી છે.

કાલાવડ

(સચીન આશરા દ્વારા) કાલાવડ :.. આજરોજ કાલાવડ શહેર સરદાર ચોક ખાતે જમ્‍મુ કાશ્‍મીરના પહેલ ગામ માં હિન્‍દુ ઉપર થયેલા આંતકી હુમલા નો જ્‍યારે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્‍યાઘાત  પડ્‍યા છે ત્‍યારે કાલાવડ વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ કાલાવડ તેમજ સમગ્ર હિન્‍દુ સમાજ સાથે રહી તારીખ ૨૨/૦૪/૨૦૨૫ ને મંગળવારે આંતકી હુમલા માં  મોત ને ભેટેલા સર્વ આત્‍માને શ્રદ્ધાંજલિ સાથે આંતકવાદ હુમલા ને સખત શબ્‍દોમાં વખોડેલ તેમજ સૂત્રોચાર કરી વિરોધ કરેલ હતો.

જસદણ

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ  :.. જમ્‍મુ કાશ્‍મીરના પહેલગામમાં ગત મંગળવારે ઝેરથી ભરેલા આંતકવાદીઓએ દેશના વિવિધ રાજ્‍યોના નિર્દોષ ૨૭ નાગરિકોને કારણ વગર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધા એ પડઘા વિશ્વભરના અનેક દેશોમાં પડ્‍યાં છે અને કયારેય માફ નહીં કરી શકાય એવા આ કિસ્‍સામાં સૌરાષ્‍ટ્રભરમાંથી દેશઙ્ઘેમી મુસ્‍લિમ સમાજમાં આ ઘટના રોષપૂર્ણ વખોડાય છે અને સરકાર પણ જાગી કઠોર કાર્યવાહી હાથ ધરી છે ત્‍યારે જસદણ શહેરના નાના મોટેરા તમામ મુસ્‍લિમ બિરાદરોએ આંતકવાદી સામે રોષ પ્રગટ કરી શુક્રવારે સાંજે શહેરના જુના બસ સ્‍ટેન્‍ડ પર આંબેડકરજીની પ્રતિમા પાસે હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો પ્રત્‍યે દિલસોજી વ્‍યક્‍ત કરી કેન્‍ડલ માર્ચ યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા લાગણી વ્‍યક્‍ત કરી હતી મુસ્‍લિમ સમાજએ જણાવ્‍યું હતું કે કોઈ ધર્મમાં નિર્દોષ માણસોને મારી નાખવા તે લખ્‍યું નથી આ નાપાક કળત્‍ય કોઈ કરે નહી તે માટે સરકારે જે ઘટનાના જવાબદાર છે તેમને આવનારી પેઢીઓને યાદ રહી જાય એવી સજા આપવી જોઈએ.

ખીરસરા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા :.. પહેલગાવ આતંકી હુમલામાં મૃત્‍યુ પામેલા દિવંગત આત્‍માઓના આત્‍માની શાંતિ માટે વિશ્વ હિન્‍દુ પરિષદ લોધીકા ગ્રામ પંચાયત સરપંચ ગામના મહિલાઓ ભાઇઓ તાલુકા પંચાયત સદસ્‍ય ગ્રામજનો તેમજ મુસ્‍લિમ સમાજના લોકોએ આતંકી હુમલામાં મૃત્‍યુ પામેલા મૃત આત્‍માઓની શાંતિ માટે ફુલહાર ચડાવી મીણબતી પ્રગટાવીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ હતી.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ : રાજકોટના દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણી અલીઅસગરભાઇ શાકીરએ શુક્રવારના દિવસે જમ્‍મુ અને કાશ્‍મીરના હતભાગીઓ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. તદ્‌્‌પરાંત મૃતકોના સન્‍માનમાં બે મીનીટ મૌન પાળ્‍યું હતું. દાઉદી વ્‍હોરા સમાજના આ અગ્રણી દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે મૃતકો પ્રત્‍યે દાઉદી વ્‍હોરા સમાજને સહાનુભૂતિ છે. તેમજ આ મુશ્‍કેલ ઘડીમાં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શકિત આપે તેવી દુઆઓ કરી હતી.

જસદણ :. જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં ગત મંગળવારે બપોરે આંતકવાદીઓએ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસી પર અંધાધુધ ફાયરિંગ કરી ૨૭ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા એ પડઘા વિશ્વભરમાં પડ્‍યાં હતાં આને લઈ દેશમાં ઠેર ઠેરથી મળતકોને શ્રદ્ધા સુમન પાઠવાય રહ્યાં છે ત્‍યારે જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ પણ શોકાંજલિ પાઠવી જણાવ્‍યું હતું કે ૨૦૧૯ પુલવામાં હુમલા પછી જમ્‍મુ અને કાશ્‍મીરમાં આ સૌથી મોટો આંતકવાદી હુમલો છે આ હુમલામાં દેશના યુ પી, મહારાષ્‍ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, ઓડિશા રાજ્‍યના નિર્દોષ નાગરિકોનો ઝેર ભરેલા આંતકવાદીઓએ ભોગ લીધો તે કયારેય માફીને પાત્ર નથી.

(11:03 AM IST)