<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

હેમાબેન આચાર્યની તબિયતમાં સતત સુધારોઃ ડો.ડીપી ચિખલીયા

ધારાસભ્‍ય મેયર સહિતના આગેવાનો ખબર અંતર પુછવા હોસ્‍પિટલ દોડી ગયા

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા.૨૬:  જૂનાગઢના ૯૪ વર્ષિય પુર્વ આરોગ્‍ય મંત્રી શ્રી મતી હેમાબેન સૂર્યકાન્‍ત આચાર્ય ની તબિયત લથડતા તેઓને સારવાર માટે ડો. ડી.પી. ચિખલીયાની ત્રિમૂર્તિ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા તેઓની સારવાર કરી રહેલ ડો. શૈલેષજાદવ એ જણાવ્‍યું હતું કે તેઓને ફેફસામાં ઇન્‍ફેકશન હોય અને ઉમરના કારણે તેઓ ખોરાક પણ વધુ લઇ શકતા ન હોવાથી તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય જેથી ઓકિસજન પર રાખવામાં આવેલ છે. અને હાલ તેની તબિયત સુધારા ઉપર છે.

ડો. ડીપી ચિખલિયા પણ સતત તેઓની સારવારમાં ખડેપગે રહયા છે. હેમાબેન આચાર્યના ખબર અંતર પુછવા ધારાસભ્‍ય અજયભાઇ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ  ગોૈરવ રૂપારેલીયા મેયર શ્રી ધર્મેશ પોશીયા હરેશ પરસાણા સહિતના હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતા. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:38 AM IST)