News of Saturday, 26th April 2025
મહોબતપરામાં ૧,૯૫,૦૦૦ ચોરસ મીટર ગૌચર જમીન ખૂલ્લી કરાવાઇ
૨૮ દબાણદારો દ્વારા દબાણદારોની ગીરગઢડા પંથકમાં જમીન પર કડક કાર્યવાહી

પ્રભાસપાટણ તા.૨૬: કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના હેઠળ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અનધિકળત દબાણો, ગૌચરની જમીન પરના દબાણો, ટ્રાફિકને અડચણ કરતા દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત્ છે, ત્યારે ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામે પણ આશરે રૂ. ૭ કરોડ ૫૦ લાખની કિંમતની ૧,૯૫,૦૦૦ ચોરસ મીટર ગૌચર જમીન ખૂલ્લી કરાવાઈ છે.
ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન ઉપર ત્રણ દિવસ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં ૨૮ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલી કુલ ૧,૯૫,૦૦૦ ચોરસ મીટર ગૌચરની જમીન જેની કિંમત આશરે રૂ. ૭ કરોડ ૫૦ લાખ થવા જાય છે. તેમાં ગ્રામ પંચાયત દ્વારા જે.સી.બી. તેમજ ટ્રેકટર દ્વારા સમગ્ર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. હજુ પણ આગામી સમયમાં જિલ્લાના વિવિધ સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
