News of Saturday, 26th April 2025
સુરેન્દ્રનગર એસટી ડેપોની મિલકતોને વારંવાર નુકસાન છતા તંત્ર મૌન
પાણીનું પરબ, શૌચાલય સહિતની પારાવાર સમસ્યાઓથી મુસાફરો ત્રસ્ત

વઢવાણ તા.ર૬: સુરેન્દ્રનગર એસટી ડેપો આવેલો છે. આ ડેપોમાં અંદાજે ૬૮ જેટલી બસો દોડાવવાની સાથે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ અંદાજે બે વર્ષ પહેલા બનેલા આ નવા ડેપોની દશા દિવસે દિવસે બદલાઈ રહી છે.
ડેપોમાં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ ડેપોમાં પોલીસ અને હોમગાર્ડ હોવા છતા આવારા તત્વોને કોઇ ડર ન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ પાણીની પરબ, શૌચાલય સહિતના સ્થળોએ વારંવાર નુકસાન થતા એસટી તંત્ર પણ ત્રાહિમામ છે. કારણ કે જ્યારે ડેપો નવો બનાવવામાં આવ્યો ત્યારે અનવનવી ડાઇઝનીંગની જાળી સાથે મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો.
પરંતુ આ જાળીઓની ઉપર પણ આવારા તત્વોનો ડોળો ફર્યો હોય તેમ દિવસે દિવસે તેમા નુકસાનીના દર્શન થઇ રહ્યા છે. બંને સાઇડમાં રહેલી જાળીઓની ડિઝાઇનીંગ એટલી બધી તોડવામાં આવે છે જાણે એક વ્યક્તિ પણ તેમાં પ્રવેશી શકે તેટલી જગ્યા કરી નાંખી છે. મેઇન ગેટની જાળીઓમાં જ આટલુ બધુ નુકસાન થવા છતા તંત્ર મૌન અવસ્થામાં હોય તેમ આવારા તત્વોને વધુ નુકસાન કરવાનો સમય મળી રહ્યો છે. જો આ જાળીઓ માટે આગામી દિવસોમાં ધ્યાન ન દેવામાં આવે તો અહીંયા ડિઝાઇનીંગ વાળી જાળીઓ હતી કે નહી ? તેવા પણ લોકોમાં સવાલો ઉભા થયા છે. ત્યારે ડેપોમાં વારંવાર મિલકતોને કરાતી નુકસાનની પ્રવળતિઓ અટકાવાય તેવી મુસાફરો તેમજ લોકોમાં માંગ ઉઠી હતી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
