News of Saturday, 26th April 2025
વઢવાણ વસ્તડી રોડે પાંચ ડમ્પર સહિત ૨.૨૦ કરોડનો મુદ્દામાલ સીઝ
વઢવાણ પ્રાંત અધિકારીના સતત બીજા દિવસે પણ ખનીજ અંગે દરોડા

વઢવાણ તા.ર૬: સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગરકાયદે રીતે થતી ચોરી આમ બની છે. જ્યારે જિલ્લામાં આવા ગેરકાયદેખનીજોનું વહન ડમ્પરોથી કરાય છે. ત્યારે બુધવારે વઢવાણ પ્રાંત ટીમે મોડી રાતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વઢવાણ લખતર રોડ પરથી ૫ ડમ્પર પકડી પાડ્યા હતા. જ્યારે રૂ.૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે ગુરૂવારે પણ જિલ્લામાં ખનીજ ચોરીનું ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે વઢવાણ પ્રાંત ટીમે રાતે કાર્યવાહી કરી.
જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્રે લાલ આંખ કરી ત્યારે કલેક્ટર સુરેન્દ્રનગરની સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા તથા તેમની ટીમના અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, ક્રિપાલસિંહ, પ્રતિપાલસિંહ ડોડીયા સહિતની સંયુક્ત ટીમ વોચમાં હતી. આ સમયે વસ્તડીથી અમદાવાદ હાઇવે ઉપર ખનીજ વહન કરતા વાહનોની ચેકિંગ કાર્યવાહી હાથ શરૂ કરી હતી.
જેમાં કુલ ૫ બ્લેક ટ્રેપ ભરેલ ઓવરલોડ રોયલ્ટી પાસ પરમીટ વગરના ડમ્પરો સહિત કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરાયો છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
