<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

સરકાર સાથે ૧૫૦ કરોડની છેતરપીંડીના ગુન્‍હામાં હાલારના ત્રણ આરોપી ઝબ્‍બે

 

જામનગર,તા.૨૬(મુકુંદ બદિયાણી દ્વારા): સીટી સી ડીવી. પો.સ્‍ટે. કલમ ૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૧(૧), ૩૪૧(૨), ૩૪૧(૩), ૩૪૧(૪), ૬૧ મુજબ તથા સુરત શહેર ડી.સી.બી. ક્રાઇમ પો.સ્‍ટે. કલમ-૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ મુજબના ગુન્‍હાના આરોપીઓ સત્‍યજીતસિંહ યોગેન્‍દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્‍ધમા ઉપરોકત મુજબના ગુન્‍હોઓ દાખલ થયેલ જેમાં આરોપીઓએ આ કામેના ફરીયાદી તથા કાયદાથી સ્‍થાપીત ભારત સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગંભીર ગુન્‍હો આચરેલ હોય અને આ કામેના આરોપીઓ ગુન્‍હો કરી નાશી ગયેલ હોય જેના ધ્‍યાને લઇ તપાસ કરવા સારૂ જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂએ એક SIT ટીમની રચના કરેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક  જયવિરસિંહ ઝાલા માર્ગદર્શન મુજબ  ચક્રો ગતીમાન કરેલ હોય. SIT ટીમના મુખ્‍ય તપાસ અધીકારી આર.ડી.ગોહીલ પો.સબ.ઇન્‍સ. દ્વારા તપાસ હાથ ધરતા આ આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્‍ટેમ્‍પ તથા નોટરી કરાર તથા ડમી સીમ કાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કરેલનુ ખુલવા પામેલ હોય જેથી આ કામેના ફરારી આરોપીઓને પકડી પાડવા  બી.એન.ચૌધરી પોલીસ ઇન્‍સ. એસ.ઓ.જી. શાખા જામનગરની સુચનાથી એસ.ઓ.જી. ટીમ કાર્યરત હોય જેથી ફરારી આરોપીઓને કચ્‍છ આડેસર ચેક પોસ્‍ટ ખાતેથી એસ.ઓ.જી. ટીમ દ્વારા પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂપીયા ૧૫,૫૦,૦૦૦/- (અંકે પંદર લાખ પચ્‍ચાસ હજાર પુરા)નો મુદ્દામાલ કબ્‍જે કરી આગળની કાર્યવાહી કરવા આરોપીઓ તથા મુદ્દામાલ જામનગર સીટી સી ડીવી. પો.સ્‍ટે. ખાતે સોપી આપેલ હતા.

પકડાયેલ આરોપીઓઃ (૧) વનરાજસિંહ દરબાર ઉ.વ.૪૧ ધંધો.વેપાર રહે, પંચવટી સોસાયટી મેઇન રોડ ભુતીયા બંગ્‍લાની સામે ઓસીયન સોલીટેર એપાર્ટમેન્‍ટ ફલેટ નં.૫૦૧ મુળ રહે.રાજપરા ગામ તા.ઉપલેટા (૨) મયુરસિંહ ઉર્ફે લાલો દરબાર ઉ.વ.૨૭ ધંધો પ્રાઇવેટ નોકરી રહે. મચ્‍છરનગર શેરી નં.૦૪ રૂમ નં.૧૮ જામનગર મુળ રહે.ઢંઢા ગામ તા.જી.જામનગર (૩) સત્‍યજીતસિંહ દરબાર ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે.પટેલ કોલોની શેરી નં.૧૧/૧ સીધ્‍ધી વિનાયક એપાર્ટમેન્‍ટ ફલેટ નં.૩૦૧ મુળ રહે.ભાવાભી ખીજડીયા તા.કાલાવડ સામે ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી તથા બોગસ દસ્‍તાવેજ બનાવવા અને સુરતના બોગસ હથિયાર રાખવાના અંગેના ગુન્‍હા નોંધાયેલા છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્‍સ. બી.એન.ચૌઘરી પોલીસ ઇન્‍સ. એન.બી.ડાભીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્‍સ. એમ.એલ.ઝેર પોલીસ સબ ઇન્‍સ. આર.ડી.ગોહીલ એ.એસ.આઇ. કિશનભાઇ રામદેભાઇ કરંગીયા તથા સુખદેવસિંહ મહોબતસિંહ જાડેજા તથા પોલીસ કોન્‍સ ધર્મેશભાઇ બટુકભાઇ મોરી તથા એસ.ઓ.જી. ટીમ જામનગર નાઓ દ્વારા કરવામાં આવેલ છે

(12:27 PM IST)