News of Saturday, 26th April 2025
‘‘સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહાનગર અને જૂનાગઢ જિલ્લા દ્વારા હુમલાના વિરોધમાં રેલી''

જુનાગઢ : સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ મહાનગર અને જિલ્લા દ્વારા આઝાદ ચોકથી ગોદળ અખાડા કાળવા ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાશ્મીરના પહેલગામના પ્રવાસીઓ ઉપર નિર્મમ ગોળીબાર કરી ઘાતકી હત્યા કરવાના કાવતરાખોર આતંકી ધર્મ પૂછી કરેલ હત્યાના વિરોધમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી અને મહામંત્રી કિરણભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં જુનાગઢના સનાતન હિંદુ સમાજના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં સૌ.ક.સ.બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, કિરણભાઈ પુરોહિત મહામંત્રી, ઉપપ્રમુખ પ્રો. ડૉ. મનીષભાઈ જાની, શૈલેશભાઈ રવિયા, રાજેશભાઈ ઠાકર, ધર્મિષ્ઠાબેન જોષી, ટીકુબેન ભટ્ટ, મંત્રી જોગેશભાઈ,ખજાનચી અશ્વિનભાઈ ભટ્ટ, જિલ્લા મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન, યુવા પાંખ પ્રમુખ રવિભાઈ, મહાનગર મહામંત્રી જે.બી. શીલુ, મહાનગર યુવા મહામંત્રી જય પંડયા, સ્ટે. કમિટી ચેરમેન જૂનાગઢ મહાનગર પાલિકા પલ્લવીબેન ઠાકર, વિશ્વ હિંદુ પરિષદ પ્રાંત પ્રમુખ ભરતભાઈ ભીડી, સંદીપભાઈ પેથાણી, પૂર્વ પ્રમુખશ્રી કે.ડી. પંડયા, પ્રફુલભાઈ જોષી બ્રહ્મ અગ્રણી ભરતભાઈ લખલાણી, શ્રેયશભાઈ ઠાકર માધવ ક્રેડીટ સો. શ્રી ભટ્ટ, બીએમએસ નવનીતભાઈ શાહ, રીન્કલબેન મહેતા, બજરંગ દળના વિપુલભાઈ આહીર કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ, વિવિધ જ્ઞાતિ સમાજ અગ્રણીઓ જે. કે. ચાવડા, દલિત સમાજના દિનેશભાઈ પરમાર તથા સફાઈ કામદારો, એડવોકેટ રાજુભાઈ સરવૈયા, આશિષભાઈ રાવલ, ગાયત્રી પરીવારના સભ્યો તેમજ વિવિધ જ્ઞાતિઓના પ્રમુખશ્રીઓ અને હોદેદારશ્રીઓ અને રાષ્ટ્રપ્રેમી લોકોએ જઘન્ય કળત્યને વખોડેલ હતું. આ તકે ગોદડ અખાડા ખાતે તમામ ઉપસ્થિત રાષ્ટ્ર પ્રેમી લોકો દ્વારા સામુહિક મહા મૃત્યુંજય જાપ અને મૌન ધારણ કરી મૃતાત્માઓની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી. આ તકે મહામંત્રી કિરણભાઈ પુરોહિતે ‘‘આતંકવાદીઓ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ ઘણા આપ્યા જડમૂળમાંથી ઉખેડી ફેકવાનો સમય થઇ ગયો છે.'' એમ જણાવ્યું હતું
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
