તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Saturday, 26th April 2025
હેમાબેન આચાર્યના ખબર અંતર પૂછતા હિનાબેન કાનાબાર
સુર્યકાન્તભાઈ આચાર્ય-હેમાબેન આચાર્ય-ધીરૂભાઈ કાનાબાર પરિવારનો જનસંઘ વખતનો દાયકા પુરાણો આત્મિયતાપૂર્ણ નાતો

જૂનાગઢ, તા.૨૬: ત્રિમુર્તિ હોસ્પિટલમાં માજી આરોગ્ય મંત્રી, જુના જનસંઘી હેમાબેન આચાર્ય દાખલ હોય અને ઘનિષ્ઠ તબીબી સારવાર હેઠળ હોય, આ સમાચાર મળતા જ જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી-એડવોકેટ નોટરી હિનાબેન કાનાબાર ખબર અંતર પુછવા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
અત્રે એ નોધનીય છે કે, હિનાબેન કાનાબારના પિતાશ્રી જૂના જનસંઘી ધીરૂભાઈ કાનાબાર તથા સુર્યકાન્તભાઈ આચાર્ય-હેમાબેન આચાર્ય પરિવાર વચ્ચે જનસંઘ વખતથી દાયકાઓ પુરાણા આત્મિયતાપૂર્ણ સબંધો રહ્યા છે. જેથી હેમાબેન આચાર્યની નાજુક તબિયતથી ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
