<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

આતંકવાદ વિરોધમાં મોરબીમાં ભભૂકતો આક્રોશઃ મૃતકોને શ્રધ્‍ધાંજલી મૃતકોનાં પરિવારોને વધુ સહાય આપોઃ આતંકવાદીઓને ફુંકી મારો

 

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૬: જમ્‍મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગઇ કાલે મોરબીના વિવિધ વેપારી મંડળો દ્વારા પોતાની દુકાનો બંધ રાખવામા આવેલ હતી અને મોરબીના શનાળા રોડ ઉપરથી વિહિપ અને બજરંગદળની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા અને ત્‍યાર બાદ મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્‍યું હતું અને આતંકવાદીઓની સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી.

મોરબીમાં ચેમ્‍બર ઓફ કોમર્સ, મોરબી ખાદ્ય તેલ વેપારી એસો, ધ ગ્રેઇન એન્‍ડ સુગર મર્ચન્‍ટ એસો, મોરબી પ્‍લાસ્‍ટીક એસો, મોરબી ફટાકડા એસો, મોરબી કાપડ મહાજન એન્‍ડ રેડીમેઇડ ગાર્મેન્‍ટ,મોરબી કરીયાણા મર્ચન્‍ટ એસો સહિતના વિવિધ વેપારી એસોસિયેશન જમ્‍મુના પહેલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બંધનું એલાન આપ્‍યું હતું અને જે રીતે દેશવાસીઓમાં આતંકી હુમલાને લઈને આક્રોશ છે તેવો જ આક્રોશ મોરબીના વેપારીઓ સહિતના લોકોમાં જોવા મળી રહ્યો છે એટલા જ માટે  વેપારીઓએ સ્‍વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખી હતી અને વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળની આગેવાની હેઠળ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેમાં મોરબીના ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, હિરેનભાઇ પારેખ, મહેશભાઇ સિંધવ, નિર્મલભાઈ જારીયા, અનોપસિંહ જાડેજા, વિહિપના જિલ્લા અધ્‍યક્ષ જીલેશભાઇ કાલરિયા, કમલેશભાઈ બોરિચા સહિતના વેપારીઓ અને નગરજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને મોરબીના નેહરુ ગેઇટ ચોકમાં રેલીને પુરી કરવામાં આવી હતી અને ત્‍યાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્‍યું હતું.

જમ્‍મુ-કાશ્‍મીરના પહલગામ આતંકી હુમલાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે. આતંકી હુમલા સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્‍ડેશના અજય લોરીયા દ્વારા મોરબીમાં બે સ્‍થળોએ રોડ ઉપર પાકિસ્‍તાનનો ધ્‍વજ દોરાવીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્‍યો છે.

સુન્ની મુસ્‍લિમ મિયાણા જમાત

માળિયા (મિયાણા): માળિયા (મિયાણા)ના સુન્ની મુસ્‍લિમ મિયાણા જમાત દ્વારા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તીવ્ર નિંદા કરીને પીડિતો પ્રત્‍યે શોક વ્‍યક્‍ત કરી મળતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથે જ આતંકવાદીઓને નેસ્‍ત-નાબુદ કરવા માટે મામલતદાર મારફતે ગળહમંત્રી અમિતભાઈ શાહને આવેદનપત્ર પાઠવ્‍યું હતુ.

કમ્‍ફર્ટ રિસોર્ટ

જમ્‍મુ કાશ્‍મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્‍યાઘાતો પડયા છે. સમગ્ર દેશમાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. ત્‍યારે આ હુમલામાં મળત્‍યુ પામેલા દિવંગત આત્‍માની શાંતિ માટે મોરબીના કમ્‍ફર્ટ રિસોર્ટમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. કમ્‍ફર્ટ રિસોર્ટના સ્‍ટાફ દ્વારા મળતકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

મોરબીમાં IMA

પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ગઇ કાલે મોરબીમાં અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્‍યું હતું. આ સાથે નવા બસ સ્‍ટેન્‍ડથી નહેરૂગેટ ચોક સુધી મૌન રેલી યોજવાનો અને આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ મૌન રેલીમાં મોરબીના ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશનના સદસ્‍ય એવા તબીબો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. આ સાથે તબીબોએ કાળી પટ્ટી બાંધી ફરજ બજાવીને આ આતંકી ઘટના સામે રોષ પ્રગટ કર્યો હતો.

મોરબીમાં દાઉદી વ્‍હોરા સમાજ

મોરબી શહેરમાં આવેલી સૈફી મસ્‍જિદ ખાતે તારીખ ૨૫ એપ્રિલના રોજ મોરબીના આમિલ સાહેબના નેતળત્‍વમાં મળતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. દુઆઓ સાથે મળતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તદુપરાંત મળતકોના સન્‍માનમાં ૨ મિનિટનું મૌન પાળ્‍યું હતું. દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, મળતકો ઙ્કત્‍યે દાઉદી વ્‍હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્‍કેલ ઘડીમાં ઇશ્વર મળતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્‍તિ આપે તેવી દુઆઓ કરવામાં આવી હતી. આ અંગેનું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

સુન્ની મુસ્‍લિમ સમાજ

સુન્ની મુસ્‍લિમ સમાજ દ્વારા જુના બસ સ્‍ટેન્‍ડ પાસે મસ્‍જિદથી જિલ્લા કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. આ પૂર્વે તેઓ દ્વારા આતંકવાદીનું પોસ્‍ટર સળગાવવામાં આવ્‍યું હતું. રેલીમાં મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ સમાજના લોકો પાકિસ્‍તાન મૂર્દાબાદ, આતંકવાદ નાબૂદ કરો સહિતના પોસ્‍ટર સાથે જોડાયા હતા. તેઓએ કલેકટર તંત્રને આવેદન આપી આ ઘટનાને સ્‍પષ્ટ શબ્‍દોમાં વખોડીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ વેળાએ મુસ્‍લિમ આગેવાનોએ જણાવ્‍યું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. જે કુરાનનું અનુકરણ કરે તે મુસ્‍લિમ હોય છે. કુરાનમાં તો આખી દુનિયામાં રહેમત ફેલાવવાનું કહેવામાં આવ્‍યું છે. ઉપરાંત પયગંબર સાહેબે વતન પહેલા તેઓ સંદેશ આપ્‍યો છે. આવા લોકો મુસ્‍લિમ તો નહીં પણ ઈન્‍સાન કહેવાને પણ લાયક નથી. આવા લોકો સાથે ઈસ્‍લામને કોઈ લેવા દેવા નથી. અમે ઇચ્‍છીએ છીએ કે આ લોકોને શોધી શોધીને કડકમાં કડક સજાઓ આપવામાં આવે.

(2:01 PM IST)