News of Saturday, 26th April 2025
જેતપુરમાં બાવાવાળાપરા વિસ્તારમાં મકાન ધરાશાઈ : ૩ ને ઇજા થતા સારવારમાં ખસેડાયા
રજાકભાઈના મકાનનુ જુનવાણી બાંધકામ હોય એકાએક તૂટી પડેલ જેથી આજુબાજુના લોકો દોડી ગયા

( કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૬ : શહેરના બાવાવાળા પરા હવેલી પાસે ના વિસ્તારમાં આવેલ જુનવાણી મકાન આજે બપોરે એકાએક ધરાશય થઈ ગયું હતું. આ સમયે મકાનમાં હાજર ત્રણ લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે 108 મારફત સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.
રજાકભાઈ નું મકાન જુનવાણી બાંધકામ હોય એકાએક તૂટી પડેલ જેમાં આજે સવારે તેની દીકરી
રેહાનાબેન સિકંદરભાઈ સોલંકી - 35, જમાઈ
સીંકદરભાઈ સલીમ ભાઈ સોંલકી 40 આટો દેવા આવેલ હોય તેવો તથા તેનો દીકરો રિયાઝ રજાક ભાઈ સોંલકી 30 આરામ કરતા હતા ત્યારે મકાનની કાચી દીવાલ તૂટી પડતા દબાયા હતા. રાડારાડ થતાં સ્થાનિક લોકો આવી ગયેલ અને ૧૦૮ ને ફોન કરતા ત્રણે ને બહાર કાઠી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
