<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

સાવરકુંડલામાં લુવારા ગામે ખેતરના કુવામાં બે વર્ષનું બાળક પડી જતા મોત: ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

બાળક અજાણતાં જ કૂવામાં પડી ગયું:ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમને બોલાવાઈ અને તેમણે બાળકને બહાર કાઢ્યું

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં બાળક અજાણતાં જ કૂવામાં પડી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમને બોલાવવામાં આવી હતી અને તેમણે બાળકને બહાર કાઢ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લુવારા ગામે ખેડૂતના ખેતરના કુવામાં બે વર્ષનું બાળક ડૂબ્યું હતું. છગનભાઇ છીછરાની વાડીના કૂવામાં આ ઘટના બની હતી. કૂવામાં બાળક પડ્યું હોવાની ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહને શોધી બહાર લાવવામાં આવ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 

 

(8:50 PM IST)