તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Saturday, 26th April 2025
હળવદના પલાસણના આધેડની હત્યા:જૂની અદાવતનો ખાર રાખી માથાના ભાગે પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા
મૃતકના પુત્ર વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલાપરાને હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

હળવદના પલાસણના આધેડની એક વર્ષ જુના મન દુઃખનો ખાર રાખીને ગામના જ વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી છે. માથાના ભાગે પથ્થરના ઘા મારીને આધેડને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જો કે આ ઘટનામાં પોલીસ નોંધાયા બાદ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે.
આ અંગે મળતી વિગત મુજબ હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે તળશીભાઈ વિઠ્ઠલાપરાને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી, બનાવની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને જેમાં મૃતકના પુત્ર વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલાપરાને હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ જૂના મન દુઃખનો ખાર રાખીને આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુધવા ઉ.વ.47 રહે. પલાસણવાળાએ માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી દીધી હતી. પોલીસે આ આરોપીને ઝડપી લઈને હાલમાં તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
