News of Sunday, 27th April 2025
ગોંડલમાં કોઇ જ્ઞાતિ-જાતિના વાળા નથીઃ અમે કાયદો હાથમાં નથી લીધોઃ ગણેશ જાડેજા સમર્થકો સાથે રસ્તા ઉપર ઉતર્યા : જૂઓ વિડીયો
આ ગોકુળીયા ગોંડલના લોકોનો જવાબ છેઃ જનતાએ શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટે ઉતર્યા છે

ગોંડલઃ અલ્પેશ કથીરિયાએ આજે પોતાના સમર્થકો ગોંડલમાં આશાપુરા માતાજીના દર્શન કર્યા બાદ શહેરમાં પ્રવેશ કર્યો હતો. જેની સામે ગણેશ જાડેજાના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના પગલે શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગણેશ જાડેજાએ સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કહ્યું હતું કે અમે કાયદો હાથમાં લેતા નથી.
ગણેશ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ગોકુળિયા ગોંડલના લોકોનો જવાબ છે. ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધાય કાળા વાવટા સાથે વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉતરેલા છે. ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી લેતા. શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગોંડલની જનતા સ્વયંભુ રીતે 18એ વર્ણના લોકો આજ રોડ ઉપર નીકળ્યા છે. જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને ગોંડલને ખરાબ રીતે મિર્ઝાપુર રીતે સંબોધ કરતા લોકોની સામે વિરોધ પ્રદર્શનમાં ગોંડલના લગભગ 15 થી 17000 યુવાનો માતાઓ બહેનો સ્વયંભુ રીતે આ લોકોને જવાબ દેવા માટે ગોંડલમાં નીકળ્યા છે. આ મારીને મારી વાત પ્રત્યેનો ગોંડલની જનતાનો પ્રેમ છે ગોંડલની જનતાના 18 વરણના લોકોના આશીર્વાદ છે અને આજના દિવસે ગોંડલની જનતાએ સ્પષ્ટ રીતે બતાવી દીધેલું છે કે ગોંડલની અંદર કોઈ જ્ઞાતિ જાતિના વાળા નથી. સ્વયંભુ ગોંડલ એક ટીમ ગોંડલ તરીકે આજ મેદાનમાં નીકળી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
