News of Sunday, 27th April 2025
અમને તલવાર-બંદુક બતાવી ડરાવવા પ્રયાસઃ અમારી ઉપર કાર ચઢાવવા પ્રયત્નઃ કથીરીયા-જાડેજાના સમર્થકોના સામસામે આક્ષેપ
કથીરીયાના સર્પોટરને ઝાપટ મારતો વિડીયો વાયરલઃ પોલીસે માંડ-માંડ ગણેશના સમર્થકોને કારથી દૂર કર્યા

ગોંડલઃ ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાના સમર્થકો સામ-સામે આવી ગયા હતા..દરમ્યાન અલ્પેશ કથીરીયાના સમર્થકને ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા માર મારવાની ઘટના સામે આવી હતી.. પોલીસની હાજરીમાંજ ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથીરીયાના સમર્થકને માર માર્યો હતો..
અલ્પેશ કથીરીયાનો સમર્થક જ્યારે કારની અંદર હતો ત્યારે કારની આસપાસ ગણેસ જાડેજાના સમર્થકોનું ટોળુ જમા થઇ ગયું હતું અને કારની વિન્ડોમાંથી ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા અલ્પેશ કથીરિયાના સમર્થક પર હુમલો કર્યો હતો અને તેને ઝાપટો મારી હતી તથા શર્ટ ખેચી કાઢ્યો હતો.
અલ્પેશ કથીરીયાના સમર્થકને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ પણ તે સમયે ત્યાં હાજર હતી.. પોલીસે માંડ માંડ ગણેશ જાડેજાના સમર્થકોને દુર કર્યા હતા.
આ ઉપરાંત અલ્પેશ કથીરીયાની કારના કાચ પણ તોડવામાં આવ્યા હતા. અલ્પેશ કથીરિયાના સમર્થકોનો આક્ષેપ છે કે તેમને ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તલવાર અને બદુંક બતાવી ડરાવવાનો પ્રયાસ થયો હતો.
તો બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકોએ આક્ષેપ કર્યો હતો કે અલ્પેશ કથીરીયાના સમર્થકો દ્વારા તેમને કારથી કચડી નાંખવાનો પ્રયાસ થયો
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
