<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મોરબીમાં દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસઃ સરકારી જમીન ઉપર બનાવેલ મકાન તોડીઃ ૧ કરોડની જમીન દબાણમુક્ત

મોરબીઃ શહેરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલ વ્‍યકિતએ મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવ્યું હતું જેને પોલીસ અધિકારીએ સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખીને તોડી પડેલ છે અને અંદાજે 1 કરોડની  સરકારી જમીન ખુલ્લી કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ ગેરકાયદે ઊભી કરેલી મિલકતો અથવા સરકારીમાં ઊભી કરેલી મિલકતોને તોડી પાડવા માટેની કામગીરી સંબંધિત વિભાગને સાથે રાખીને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે તેવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ શક્તિનગર પાસે જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવર નામના વ્‍યકિત દ્વારા મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 121માં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં મકાન બનાવવામાં આવ્યું હતું જે મકાન ઉપર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવ્યું છે અને અંદાજે 150 ચોરસ મીટર જગ્યા જેની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા થાય છે તે ખુલ્લી કરાવવામાં આવેલ છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ શખ્સ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય તેના મકાન ઉપર હિટાચી મશીન ફેરવીને હાલમાં દબાણ તોડી પાડવામાં આવ્યું છે અને આવી જ રીતે મોરબી શહેર તથા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા સરકારી ખરાબા કે ગોચરની જગ્યા ઉપર જો ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હશે તો તેને તોડવામાં આવશે.

(2:50 PM IST)