<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

કચ્છમાં ગેરકાયદેસર રીતે રહીને સ્પામાં કામ કરતી છ મહિલાઓ ઝડપાઈ

મેધપર બોરીચીમાં આવેલા બે સ્પામાં આ મહિલાઓ કામ કરતી હતી : કચ્છ જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ

કચ્છમાં ગેરકાયદેસર રીતે રહીને સ્પામાં કામ કરતી છ મહિલાઓ ઝડપાઈ ગઈ છે. મેધપર બોરીચીમાં આવેલા બે સ્પામાં આ મહિલાઓ કામ કરતી હોવાનું સામે આવ્યું છે.

આ મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ એસજીઓ પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જેથી હવે આ બાંગ્લાદેશી મહિલાઓને ફરીથી તેઓના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ઠેર-ઠેર પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. પોલીસ અને વહીવટી તંત્ર સઘન તપાસ કરી રહી છે કે ક્યાંક કોઈ વિદેશી ઘૂસણખોર રાજ્યમાં વસવાટ તો નથી કરી રહ્યો. આ અનુસંધાને કચ્છ એસઓજીએ છ બાંગ્લાદેશી મહિલાઓએને ઝડપી પાડી હતી. 

(6:13 PM IST)