<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મોરબીમાં સોમવારે રાત્રે સાંઈરામ દવેનો રાષ્ટ્રભક્તિ લોક ડાયરો યોજાશે

મોરબીની જાહેર જનતાને ડાયરાનો લાભ લેવા જાહેર આમંત્રણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :   માતૃભુમી વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃતાંત પર આધારિત રાષ્ટ્રભક્તિ લોક ડાયરો યોજાશે.

માતૃભુમી વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૨૮ ને સોમવારે રાત્રે ૯ કલાકે રાયગઢ કિલ્લા, જાણતા રાજા મહાનાટક મેદાન, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાષ્ટ્રભક્તિ લોક ડાયરો યોજાશે જેમાં વિખ્યાત રાષ્ટ્રભક્ત હાસ્ય કલાકાર સાંઈરામ દવે પધારશે અને ડાયરાની જમાવટ કરશે જે ડાયરાનો મોરબીની જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

(6:55 PM IST)