<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગીર સોમનાથ જિલ્લા SOG પોલીસે માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો : 4 કિલો ગાંજા સાથે બે પેડલરને દબોચી લીધા

ઝડપાયેલા બન્ને પેડલરની પોલીસે આગવી ઢબે પૂછપરછ: સોમનાથ નજીક ઝડપાયેલા માદક પદાર્થના તાર ઓરિસ્સા સુધી પહોંચ્યા

ગીર સોમનાથમાંથી ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ગીરસોમનાથ જીલ્લા SOG પોલીસે માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લા SOG પોલીસે માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. SOGએ સોમનાથ-બાયપાસ ચોકડી પાસે એશટોરીયા હોટલ નજીકથી 2 શખ્સોને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. સમીરશા ફકીર અને અસપાક કાલુ નામના બે શખ્સોને મુદામાલ સાથે ઝડપીને પ્રભાસપાટણ પોલીસે NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોમનાથ - બાયપાસ ચોકડી પાસે એશટોરીયા હોટલ નજીકથી બે શખ્સોને 4 કિલો ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સમીરશા ફકીર અને અસપાક કાલુ નામના બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી લીધા છે. પ્રભાસપાટણ પોલીસે NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા બન્ને પેડલરની પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરતાં ખુલાસો થયો છે. જેમાં સોમનાથ નજીક ઝડપાયેલા માદક પદાર્થના તાર ઓરિસ્સા સુધી પહોંચ્યા છે. DySP વી.આર.ખેંગરે પ્રેસ યોજી આ માહિતી આપી છે. ઝડપાયેલા બન્ને પેડલરો ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ આવેલા હતા. ઓરિસ્સાના ચંદનસિંહ નામના શખ્સ પાસેથી ગાંજો લઈ આવ્યા હતા. આ ગાંજો વેરાવળમાં અબ્બાસ સુલેમાન મંગરોલીયા નામના શખ્સે મંગાવેલો હતો. બન્ને પેડલરોને અબ્બાસ 5-5 હજાર ચૂકવતો હતો. અબ્બાસ વેરાવળ સોમનાથમાં ગેરકાયદે માદક પદાર્થના વેચાણનું નેટવર્ક ધરાવે છે.પોલીસ દ્વારા અબ્બાસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(9:38 PM IST)