<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

જાફરાબાદના ટીંબી ગામમાં એસીબીની ટ્રેપ :રેવન્યુ તલાટી મંત્રી પ્રવીણ માયડા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

જમીનનું એકત્રિકરણ કરીને જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા માટે લાંચ માંગી હતી

અમરેલીના જાફરાબાદના ટીંબી ગામમાં એસીબીની ટ્રેપ ગોઠવાઈ હતી,જેમાં રેવન્યુ તલાટી મંત્રી રંગેહાથે 10 હજારની લાંચ લેતા ઝડપાયો છે,તલાટીએ જમીનના ખાતાઓ અલગ કરવા માટે લાંચ માંગી હતી. એસીબીએ લાંચ લેતા તલાટી પ્રવિણ માયડાને રંગે હાથ ઝડપી લીધો હતો.

જાફરાબાદમાં ફરિયાદીએ જમીનનું એકત્રિકરણ કરીને જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા માટે રજૂઆત કરી હતી. આ કામ માટે રેવન્યુ તલાટી મંત્રીએ 10 હજારની લાંચ માંગી હતી. ટિંબી ગામના ફરિયાદી તલાટીને લાંચ આપવા માંગતા નહોતા. જેથી તેમણે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ફરિયાદ કરી હતી અને એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીને મળેલી ફરિયાદ બાદ તલાટીને રંગેહાથે ઝડપી લેવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં ફરિયાદીએ તલાટીને 10 હજારની લાંચ આપવા માટે તૈયારી બતાવી હતી. જેથી તલાટીને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ભાડા ચાર રસ્તા પાસે બોલાવ્યા હતાં. તલાટી આ સ્થળ પર લાંચ સ્વીકારે તે પહેલા જ તેઓ એસીબીના છટકામાં પકડાઈ ગયા હતાં. એસીબીએ આરોપી તલાટીને રંગેહાથે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:38 PM IST)