<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જસદણના અગ્રણી અશોકભાઈ મહેતાના નરેન્‍દ્રભાઈ મોદી સાથેના ૪૬ વર્ષ પહેલાના સંસ્‍મરણો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૬: જસદણના જનસંઘ  સમયના પીઢ સામાજીક અગ્રણી અશોકભાઈ મહેતાનું ગઈકાલે તેમના જન્‍મ દિવસના દિવસે જ  ૭૭ વર્ષની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું.  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ  મોદી જનસંઘના કાર્યકર તરીકે જસદણ આવતા ત્‍યારે તેમના ઘરે જ ઉતરતા હતા. પ્રસ્‍તુત તસવીરમાં રાજકોટ ખાતે અંકુર સેલ્‍સ નામની દુકાનના ઉદ્ધાટન પ્રસંગે નરેન્‍દ્રભાઈ મોદી, રાજકોટના ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ પી. આર. ધોળકિયા સાથે અશોકભાઈ મહેતા છે. ૪૬ વર્ષ પહેલાની આ બ્‍લેક એન્‍ડ વ્‍હાઈટ તસવીરમાં ઊભેલા વ્‍યક્‍તિ અશોકભાઈ મહેતા છે.

(9:53 AM IST)