News of Monday, 28th April 2025
ભાયાવદરમાં બાઇક ઉસ્લીપ થઇ જતાં ખેડુત દેવાયતભાઇ ભારાઇનું મૃત્યુ
દવા લઇ ઘરે જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૮: ઉપલેટાના મોજીરા ગામના વૃધ્ધ્નું ભાયાવદરમાં ટુવ્હીલર સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. તેઓ દવા લેવા ગયા હતાં અને પરત ઘરે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મોજીરા ગામે રહેતાં દેવાયતભાઇ ગોવાભાઇ ભારાઇ (ઉ.વ.૭૦) નામના વૃધ્ધ ગત ૧૭/૪ના રોજ ટુવ્હીલર હંકારી ભાયાવદર ગામે પોતાની દવા લેવા ગયા હતાં. ત્યાંથી પરત ઘરે જતાં હતાં ત્યારે ઉપલેટા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે તેમનું વાહન સ્લીપ થઇ જતાં કે કોઇ બીજા વાહનની ઠોકરે ચડી જતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. પ્રથમ ભાયાવદર, ઉપલેટા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર દેવાયતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ભાયાવદર પોલીસને જાણ કરી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
