તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 28th April 2025
ગોંડલમાં જુના મનદુઃખમાં રીટાબેન પીંગલ અને પુત્રી સંધ્યા પર છરી-પાઇપથી હુમલો
અલ્તાફ, તેના પિતા જુસબભાઇ સહિતના તૂટી પડયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૮: ગોંડલમાં મોડી રાતે માતા-પુત્રી પર તેના જ વિસ્તારમાં રહેતાં શખ્સે તેના પિતા સહિતની સાથે મળી છરી, પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા બંનેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ પર ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતાં રીટાબેન રવુભા પીંગલ (ઉ.વ.૪૫) રાતે બે વાગ્યે ઘરે હતાં ત્યારે ગોંડલના જ અલ્તાફ, તેના પિતા જુસબભાઇ સહિતનાએ ઘરે છરી, પાઇપ સહિતના હથીયાર સાથે ધસી આવી હીચકારો હુમલો કરી ઇજા પહોંચાડી હતી. દેકારો થતાં માતા રીટાબેનને બચાવવા દિકરી સંધ્યા (ઉ.વ.૧૮) વચ્ચે પડતાં તેને પણ ઘા ઝીંકી દેવાયા હતાં. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
માતા-પુત્રીને ગોંડલથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. રીટાબેને જણાવ્યું હતું કે અગાઉ તેમણે અલ્તાફના પિતા વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેના કારણે મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી મોડી રાતે હુમલો કરાયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
