<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પ્રભાસપાટણમાં ગાંજો ઝડપાયા બાદ અન્‍ય ૨ શખ્‍સોની શોધખોળ

ગીરસોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં એસઓજી ટીમની કાર્યવાહી

સુત્રાપાડા-વેરાવળ, તા.૨૮: નિલેશ જાજડીયા, પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક, ગીર સોમનાથનાઓ તરફથી ગીરસોમનાથ જીલ્લામાંથી ગાંજા/ચરસ/ડ્રગ્‍સ જેવા નશીલા પદાર્થની બદી સદંતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા સુચના આપી હતી. જેથી વેરાવળ સોમનાથ બાયપાસ, એસ્‍ટોરીયા હોટલ ઓવરબ્રિજ પાસેથી નીચે જણાવેલ બે આરોપીઓને માદક પદાર્થ ગાંજાના જથ્‍થા સાથે પકડી પાડી પ્રભાસ પાટણ પોલીસ સ્‍ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ 8(C).20(b)(ii) (B).29 મુજબ ગુન્‍હો રજી. કરાવવામાં આવેલ છે. જેના (૧) સમીરશા રમજાનશા શાહમદાર, ઉવ.૨૩. ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે.પ્ર.પાટણ ભનશાળી વાવ (૨) અસ્‍ફાક કાલુભાઈ ગાજી, ઉવ.૨૧, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.વેરાવળ, સોમનાથ ટોકીઝ, બાગે રહેમત કોલોનીની ધરપકડ કરી છે.

(૧) ગાંજો આપનાર - ચંદનભાઈ રહે, જારસુગુદાના, રાજય- ઓરીસા (૨) ગાંજો મંગાવનાર - અબ્‍બાસ સુલેમાન માંગરોલીયા રહે. પ્રભાસ પાટણની શોધખોળ હાથ ધરાઈ છે.

(૧) સમીરશા રમજાનશા શાહમદાર  અને (૨) અબ્‍બાસ સુલેમાન માંગરોલીયા ગુન્‍હાહીન ઈતિહાસ ધરાવે છે.

આરોપીઓ પાસેથી કબ્‍જે કરેલ નશાકારક ગાંજો.

(૧) માદક પદાર્થ ગાંજો વજન ૩૮૩૫ ગ્રામ (ત્રણ કીલો આઠસો પાત્રીસ ગ્રામ) જેની કી.રૂ.૩૮,૩૫૦/ (૨) મોબાઇલ ફોન-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/ (૩) થેલો નંગ-૧ કી.૨૫૦/ મળી કુલ મુદામાલ કી.રૂ. ૪૮,૬૦૦/ જપ્ત કરેલ છે.

આ કામના પકડાયેલ આરોપીસઓ (૧) સમીરશા રમજાનશા શાહમદાર રહે. પાટણ તથા (૨) અસ્‍ફાક કાલુભાઇ ગાજી રહે. વેરાવળ વાળઓએ માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો ઓરીસા રાજયના જારસુગુદાના ખાતે રહેતા ચંદનભાઇ પાસેથી લાવી અને ગીરસોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણમાં રહેતા અબ્‍બાસ સુલેમાન માંગરોલીયા ને ગાંજો આપવા માટે લાવેલ.  આ કામગીરી જે.એન.ગઢવી, પોલીસ ઇન્‍સ., ઇ.એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્‍ટાફના ઇબ્રાહીમશા બાનવા તથા દેવદાનભાઇ કુંભરવાડીયા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા મેરામણભાઇ શામળા તથા પ્રતાપસિંહ ગોહીલ એ.એસ.આઇ. તથા ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્‍સ. તથા કૈલાશસિહ બારડ તથા મહાવિરસિંહ જાડેજા તથા મેહુલસિંહ પરમાર પો.કોન્‍સ. તથા તાલાલા પો.સ્‍ટે. ડ્રા. પો.કોન્‍સ. રામસિહ ગોહીલ તથા ગીરસોમનાથ FSL અધિ.શ્રી  એ કરી છે.

(11:59 AM IST)