<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જામકંડોરણાના ચિત્રાવડ ગામના સરપંચને પતાવી દેવાની ધમકી

તુ સરપંચ છો તો કોની હવા છે? તેમ કહી યોગરાજસિંહે ગાળો આપી ધમકી આપી

રાજકોટ તા.૨૮: જામકંડોરણાના ચિત્રાવડ ગામના સરપંચને ધમકી આપનાર શખ્‍સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ચિત્રાવડ ગામનાં સરપંચ નિલેશભાઇ જમનભાઇ પાનસુરીયા પોતાની દુકાને હાજર હતા તે દરમ્‍યાન તે જ ગામનાં યોગરાજસિંહ ઉર્ફે રાજા બાલુભા ચુડાસમાએ આવી દુકાનના વજનકાંટા ઉપર ઢીકો મારી કરી કે તું ચિત્રાવડનો સરપંચ છો તો કોની હવા છે? તેમ કહી બિભત્‍સ ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે સરપંચ નિલેશભાઇે યોગરાજસિંહ સામે ફરીયાદ કરતા જામકંડોરણા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.(૨.૧૪)

(1:40 PM IST)