<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

સોમનાથ ત્રીવેણી નદીના કાંઠે ગોલખધામ મેદાનમાં રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું ભવ્‍ય આયોજન

સંતવાણી, ડાયરામાં જે દાન આવશે તે વેરાવળ સોમનાથની ગૌશાળાઓમાં આપવામાં આવશે : વાતાનુકુલીન, ભવ્‍ય ડોમ, હજારો શ્રોતાજનોની વ્‍યવસ્‍થા ગીર સોમનાથ જીલ્લામાં આમંત્રણો અપાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: સોમનાથ ત્રીવેણી નદીના કાંઠે ગોલખધામ મેદાનમાં તા.ર થી તા.૮ ભાગવત સપ્તાહનું ભવ્‍ય આયોજન કરાયેલ છે જેમાં અનેક ધાર્મિક કાર્યકમો પણ યોજાયેલ છે.

સોમનાથ મહાદેવના સાંનિધ્‍યમાં ત્રીવેણી નદીના કાંઠે ગોલખધામ મેદાનમાં વિશ્‍વ સુપ્રસિધ્‍ધ કથાકાર પુજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.૨/૫/૨૫ શુક્રવારથી તા.૮/૫/૨૫ ગુરૂવાર સુધી દરરોજ સવારે ૯ થી ૧ કલાક કથા રસપાન સંગીતમય શૈલીમાં કરાવશે કથા ના મુખ્‍ય યજમાન ભચાભાઈ જેસીગભાઈ વિરડા એ જણાવેલ હતું કે કચ્‍છના ગળપાદર ગાંધીધામ તથા ભાગવત સમીતી દ્વારા ભવ્‍ય ભાગવત સપ્તાહનું આયોજન કરાયેલ છે.

જેમાં મોટામાં મોટો વાર્તાનુકુલીત ડોમ તૈયાર કરવામાં આવેલ છે હજારો શ્રૌત્રાજનો કથા માં બેસી શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે શ્રીમદ ભાગવત જ્ઞાનયનમાં ૧૫ થી વધારે સેવાભાવી આગેવાનો જોડાયેલા છે પ્રભાસ ક્ષેત્રના દરેક ગામડાઓ શહેરો તેમજ ગીર સોમનાથ જીલ્લિાના દરેક વિસ્‍તારમાં આમંત્રણો અપાયેલ છે લોકકલ્‍યાણના હેતુથી આ ભાગવત સપ્તાહનું આયોજન કરાયેલ છે પુજય ભાઈશ્રીએ પવિત્ર તીર્થ ધામ સોમનાથમાં કથાનો સમય આપેલ છે તે અહોભાગ્‍ય છે. તા.ર શુક્રવારે સવારે ૮ વાગ્‍યે સોમનાથ મંદિરે થી પોથીયાત્રા લઘુમહંત ભરતડાડા ભારાપરા જાગીર તથા સંતો મહંતોના હાથ દીપ પ્રાગ્‍ટય તથા ૫/૫ સોમવારે કળષ્‍ણ જન્‍મ તા.૬/૫ મંગળવારે ગોવર્ધન પુજા, તા.૭/૫ બુધવાર રૂક્ષમણી વિવાહ આ દિવસો દરમ્‍યાન સંતવાણી, ડાયરો, દાંડીયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમાં તા.૩/૫ શનિવારે સંતાવાણી, તા.૬/૫ મંગળવારે દાડીયા રાસનું આયોજન કરાયેલ છે ભાલપરાના જીલ્લા પંચાયતના સભ્‍ય વિક્રમભાઈ પટાટે જણાવેલ હતું કે હજારો શ્રૌતાજનો આવે તે માટે વિશાળ ડોમ સહીતની દરેક તૈયારીઓ કરવામાં આવેલ છે શ્રૌત્રાજનો ભકતજનો માટે પ્રસાદીનું પણ આયોજન કરાયેલ છે ભાગવત સપ્તાહમાં કોઈપણ જાતની અગવડતા ન પડે માટે સમીતી દ્વારા ભવ્‍ય આયાજન કરાયેલ છે.

 વેરાવળ તેમજ ગીર સોમનાથ જીલ્લામાંથી કથામાં અવવા જવા માટે દરેક શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ખુબજ સહકાર મળેલ છે પાર્કીંગની વિશાળ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે શ્રૌતાજનોને કથા દરમ્‍યાન કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે વ્‍યવસ્‍થા કરાયેલ છે સંતાવણી, ડાયરા, કથામાં જે કંઈપણ ફાળો આવશે તે સોમનાથ વેરાવળની તમામ ગશૌળામાં અર્પણ કરવામાં આવશે.

(1:26 PM IST)