<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

કેશોદમાં પરશુરામ જન્મોત્સવ- ૨૦૨૫ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળશે : આતંકી હુમલામાં શહીદ થયેલાં મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ અપાશે

અખાત્રીજ એટલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર દેવાધિદેવ મહાદેવના શિષ્ય ચિરંજીવી ભગવાન પરશુરામ નો જન્મોત્સવ ઉજવવા જય જય પરશુરામ ના નાદ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે : ભૂદેવો પરંપરાગત ધોતી ઝભ્ભો પહેરીને શોભાયાત્રામાં જોડાશે બહેનો ફરશી રાસ રજૂ કરશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮: સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ- ૨૦૨૫ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. ઔદીચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલાં મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ આપી ભગવાન પરશુરામ ની આરતી ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરા અને સર્વ જ્ઞાતિ મંડળ ના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા ના હસ્તે આરતી ઉતારી શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવશે. અખાત્રીજ એટલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર દેવાધિદેવ મહાદેવના શિષ્ય ચિરંજીવી ભગવાન પરશુરામ નો જન્મોત્સવ ઉજવવા જય જય પરશુરામ ના નાદ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના ભૂદેવો પરંપરાગત ધોતી ઝભ્ભો પહેરીને શોભાયાત્રામાં જોડાશે ત્યારે બહેનો દ્વારા ખાસ ફરશી રાસ રજૂ કરવામાં આવશે. કેશોદ શહેરના આગેવાનો પદાધિકારીઓ અને જ્ઞાતિ સમાજના આગેવાનો સામાજિક ધાર્મિક સંસ્થાઓ ના હોદેદારો સહિત નગર શ્રેષ્ઠીઓ શોભાયાત્રામાં જોડાશે. ભગવાન પરશુરામ જન્મોત્સવ ની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય વિસ્તારમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કેશોદ શહેરના માર્ગો પર શોભાયાત્રા પસાર થશે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત પુષ્પવર્ષા અને ઠંડા પીણાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન પરશુરામ બિરાજમાન થશે ઉપરાંત બાળકો ધાર્મિક દેવી દેવતાઓ ના વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાશે. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રાજુભાઈ પંડ્યા એ કેશોદ શહેરના સનાતનીઓ ને શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું છે.

(2:12 PM IST)