<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

આપ આવો ચૂંટણી લડવા ગોંડલની જનતા એમને ચોક્કસ જવાબ આપશે.કોઈને ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન ન કરાય. ક્યાંક આપનો વિસ્તાર હોય ત્યાં બધું કરો અને છતા આપને …. આવતી હોય તો ચૂંટણી લડવા આવો અમારા મેદાનની અંદર : રાજભા જાડેજા

ગોંડલના જાણિતા રાજકીય અને સામાજિક આગેવાને ગણેશ જાડેજાનું સમર્થન કરીને પાટીદાર નેતાઓને સણસણતો જવાબ આપ્યો : ગોંડલના મહેમાન અમાસના દિવસે બન્યા હતા, ગોંડલની જનતામાં એમના પ્રત્યે રોષ હતો

ગોંડલ તા.૨૮ :થોડાક દિવસ પહેલાં સુલતાનપુરથી ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલીને પાટીદાર નેતાઓ ગઈકાલે ગોંડલ આવ્યા હતા. ગોંડલ તાલુકાના 20થી 25 હજાર લોકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પછી ગોંડલના જાણિતા રાજભા જાડેજાએ ગણેશ જાડેજાનું સમર્થન કરીને પાટીદાર નેતાઓને સણસણતો જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, આ ભગવતભૂમિ ગોંડલ છે આ કોઈ મિર્ઝાપુર ગોંડલ નથી. આપને …. આવતી હોય તો ચૂંટણી લડવા આવો અમારા મેદાનની અંદર.

ગોંડલને ઘણા છેલ્લા દોઢ બે માસથી જે અલ્પેશ કથીરિયા એમની મંડળી સુરત કે અમદાવાદથી 200-500 km દૂરથી બેસીને ગોંડલને મિર્ઝાપુર તરીકે ચિતરવાનો પ્રયત્ન કરતા હતા. એ ગોંડલના મહેમાન અમાસના દિવસે બન્યા હતા. ગોંડલની જનતામાં એમના પ્રત્યે રોષ હતો. આ ભગવતભૂમિ ગોંડલ છે આ કોઈ મિર્ઝાપુર ગોંડલ નથી. અઢારેય વર્ણ શાંતિથી શાંતિપ્રિય રીતે રહે છે. આ વિકાસશીલ ગોંડલ છે અને જે રીતે ગોંડલ એટલે અમારી માતૃભૂમિ છે મારા સૌની માતૃભૂમિ છે અને અમારી મા માથે કોઈ લાંછણ લગાડવા આવે તો સ્વાભાવિક એને અમારે જવાબ આપવો પડે. ગોંડલની જનતાએ ગણેશભાઈના સમર્થકોએ સારી રીતે મંડળીને જવાબ આપ્યો છે અને અમારી અમારી સ્ટાઈલથી પણ જવાબ આપ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગોંડલની જનતાએ જે એમની પ્રત્યે રોષ હતો એનો જવાબ પાટીદાર નેતાઓને આપ્યો છે. કારણ કે આ ભગવતભૂમિ ગોંડલ છે આ કોઈ મિર્ઝાપુર ગોંડલ નથી અઢારે વર્ણો શાંતિથી શાંતિપ્રિય રીતે રહે છે. બહારથી બેઠેલા લોકો નક્કી કરે છે એને એવા ચશ્મા આવ્યા છે કે ગોંડલ મિર્ઝાપુર છે.

ગણેશભાઈએ જે રીતે સુલ્તાનપુરથી આહ્વાન કર્યું છે એ રીતે અમે પણ બધા કરી છીએ કે આપ આવો ચૂંટણી લડવા ગોંડલની જનતા એમને ચોક્કસ જવાબ આપશે.કોઈને ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન ન કરાય. ક્યાંક આપનો વિસ્તાર હોય ત્યાં બધું કરો અને છતા આપને …. આવતી હોય તો ચૂંટણી લડવા આવો અમારા મેદાનની અંદર.

(4:10 PM IST)