<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વપ્રમુખ દિનેશભાઈ પોપટનો જન્‍મ દિવસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૯: અમરેલી ભારતિય જનતા પાર્ટીના કર્મઠ અને પાયાના પથ્‍થર અને અમરેલી જિલ્લા ભાજપ પરિવારમાં જેઓને બાપાનુ બીરૂદ મળેલ છે તેવા દિનેશભાઈ પોપટનો આજે જન્‍મદિન છે.

તા.૨૯/૪/૧૯૫૩માં અમરેલીમાં જન્‍મેલા રાષ્‍ટ્રીયસ્‍વયંમસેવકની રાષ્‍ટ્રીયભાવનાને વરેલા તેમજ જનસંઘથી માંડી વર્તમાન ભાજપ સુધી સક્રીય રીતે પક્ષની વફાદારી પૂર્વક સેવાયજ્ઞી આજે પણ ૭૨ વર્ષની વયે પણ યુવાનો જેવી સ્‍ફુર્તીથી કામગીરી કરતા આજે પણ કાર્યકરોમાં એકમિત્ર, વડીલ અને માર્ગદર્શકની ભુમીકા માંપક્ષમાં જોવામળેછે.

અમરેલીના ભાજપના પ્રારંભથી પક્ષમાં નાનીમોટી અનેક જવાબદારીઓ નીભાવી શહેર પ્રમુખથી લઈને જિલ્લાપ્રમુખ તથા ત્રણ ટર્મ સુધી સતત સાતત્‍યપુર્ણ મહામંત્રી તરીકેની જવાબદારી વહન કરી, અમરેલી જિલ્લામાં દિપકના પ્રકાશથી પથરાયેલ પુર્ણ ખીલેલા કમળને કાર્યવિંત કરનારાઓ માના એક એવા શ્રીદિનેશભાઈ પોપટ અનેક લોકોને પોતાનાથી થાય તેટલી મદદ હંમેશા કરેછે પછી તે રાજકિય કામહોય, સામાજીક કામ હોય કે કાર્યકર્તાનુ વ્‍યક્‍તિગત કામ હોય તેઓશ્રી નિશ્વાર્થભાવે નિષ્ઠાપુર્વક પ્રયત્‍ન કરેજ આવા નિરાભીમાની, વિશાળ મિત્રવર્ગ ધરાવતા અને કાર્યકરોના હ્રદયમાં રહેતા દિનેશભાઈ પોપટને બાળકોને જમાડી સાદાઈથી જન્‍મદિન ઉજવવાનુ નક્કી કરેલછે.

શ્રવણપ્રસાદ સેવા કેંદ્રના વ્‍યવસ્‍થાપક શ્રીભીખુભાઈઅગ્રાવત, મુકેશભાઈ જાની, જીતેંદ્રભાઈજોષી, કીશોરભાઈમીશ્રા, કિરણભાઈનાંઢા, ડી.જી. મહેતા, ભારતિબેન પંડયા, પિયુશભાઈ શુક્‍લ, ડૉ. ખુંટ વગેરે મિત્રો જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે દિનેશભાઈ પોપટ (મો.નં. ૯૪૨૬૦૨૮૦૮૦) (રર.ર)

(9:59 AM IST)