News of Tuesday, 29th April 2025
વાંકાનેર બાઉન્ડ્રી પાસે ૧૪,૦૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
મગફળીનાં ભુસાની આડમા દારૂની હેરાફેરી ઝડપી લેતી મોરબી એલસીબીઃ ટ્રક-ટ્રેઇલર સહિત ૧.૦ર કરોડનો મુદામાલ જપ્ત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૯ :.. ૧૪,૦૪૦ બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકની મોરબી એલસીબી ટીમે ધરપકડ કરી છે.
વાંકાનેર બાઉન્ડ્ર નજીકથી મગફળીના ભુસાની આડમાં છૂપાવેલ વિદેશી દારૂ ભરેલ ટ્રક - ટ્રેઇલર ઝપાડયું છે. ૧.૦ર કરોડનો મુદ્્ામાલ જપ્ત કરાયો છે.
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગઇકાલ સાંજના સમયે મોરબી એલસીબી ટીમ દ્વારા ચોકકસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ટોલનાકા પાસે પોલીસ ચેકપોસ્ટ ખાતેથી પસાર થતા એક ટ્રક ટ્રેઇલરને રોકી તલાસી લેતા તેમાં મગફળીના ભુસાની આડમાં છુપાવેલ લઇ જવાતી ૧૪,૦૪૦ બોટલ વિદેશી દારૂ સહિત પોલીસે અધધ કુલ રૂા. ૧.૦૨ કરોડના મુદામાલ સાથે ટ્રક ચાલની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.
અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૪,૦૪૦ નંગ બોટલ (કિંમતરૂા. ૬૭,૬૯,૯૨૦) તેમવ ટ્રક ટ્રેળલર, બે મોબાઇલ ફોન, મગફળીના ભુસાની ૧૫૦ બોરી તથા રોકડ રકમ સહિત કુલ રૂા. ૧,૦૨,૭૭,૯૨૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કિશોર સારણ (રહે. ખડીર, રાજસ્થાન)- તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
