<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા ઉપલા દાતારની જગ્‍યાએ દર્શને મહંત શ્રી ભીમ બાપુએ આશીર્વાદ આપ્‍યા હતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.ર૯,ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ના પ્રમુખ ગૌરવભાઈ રુપારેલિયા આજરોજ જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્‍ત ડેપ્‍યુટીમેયર આકાશભાઈ કટારા શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી દંડક કલ્‍પેશ ભાઈ અજવાણી, જયકીશનભાઈ દેવાણી રવિરાજભાઈ વ્‍યાસએ આજરોજ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્‍યા ખાતે પગપાળા સીડી ચડીને  દાતાર બાપુ ના દર્શન કર્યા હતા ત્‍યારે  દાતારની જગ્‍યાના મહંત શ્રી ભીમ બાપુએ નવનિયુક્‍ત પદાધિકારીઓને રૂડા આશીર્વાદ આપ્‍યા હતા  અને દાતાર બાપુ નો પ્રસાદ આપી મોઢું મીઠું કરાવ્‍યું હતું 

દાતાર બાપુ ના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે મહાનગર પ્રમુખ ગૌરવભાઈ રુપારેલિયા તેમના મિત્રો સાથે દાતાર પર્વત ઉપર ગયા હતા આટલી ઉંચાઈ ઉપર દાતાર બાપુની સુંદર મજાની જગ્‍યાના સુચારૂ વ્‍યવસ્‍થા બદલ ભીમ બાપુ ની મુલાકાત લઈ જગ્‍યા માં ચાલી રહેલી સેવા ક્રિય પ્રવ્રુતિ થી માહિતગાર થયા હતા તેમ મીડિયા વિભાગના સંજય પંડયા ની યાદી જણાવે છે.(તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)(

(1:11 PM IST)