News of Wednesday, 30th April 2025
જામનગરમાં 'ધરોહર' દ્વારા હિન્દુ નવ વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી સામાજીક સમરસ્તા, પર્યાવરણ જતંન, નાગરીક કર્યવ્ય, સ્વદેશી, કુટુંબ પ્રબોધનના આયામોથી કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૩૦ : "ધરોહર" દ્વારા ચૈત્રસુદ એકમ- ગુડી પડવા નીમીતે હિન્દૂ નવ વર્ષ સ્નેહમિલન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમના મુખ્ય વકતા લેફટન્ટ કર્નલ સતિષચંદ્ર વ્યાસ (શબ્દ)એ માહિતી સભર નિદેવન રજુ કર્યું હતું, કે ચૈત્ર મહીનાનો પેહલો દિવસએ નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. ગુજરાતમાં વિક્રમ સંવત મુજબ કારતક સુદ-એકમને પડવા તરીકે મનાવાય છે. અને દિવાળી એટલે કે આશો વદ અમાસના રોજ પુર્ણ થાય છે. એ સિવાય સમગ્ર ભારતમાં ગુડી પડવાથી નવું વર્ષ થાય છે. આ દિવસે બ્રહ્માંડની ઉત્પતી થઇ હતી, અને આજ દિવસે ભગવાનશ્રી રામચંદ્રનો રાજયાભિષેક પણ થયો હતો. તેમજ વિશ્વનાં સૌથી મોટામાં મોટા આર.એસ.એસ. સંગઠનના સ્થાપક પરમ પુજય ડો.કેશવરાવ બલીરામ હેડગેવારની જયંતી હોય સંઘના સ્વંયમ સેવક માટે (આર.એસ.એસ.) વિશેષ દિવસ હોય છે. આ એકજ દિવસે શાખા લાગે તે પેહલા આઘ સરસંઘચાલકજીને પ્રણામ કરવાનો અવસર મળે છે.
સતીષચંદ્ર વ્યાસે ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવા વિશે તલસ્પર્શી વ્યકતવ્ય આપ્યુ હતું. તેમના વ્યકતવ્યમાં સૌર મંડળ અને ગ્રહણોના પરીભ્રમણ અંગે ખગોળીય જ્ઞાનથી સવંતસરની રચના થયેલ છે. ઇશ્વિસન "ગ્રેગોરીયન" કેલેન્ડરમાં પેહલા યુરોપીન દેશમાં દસ મહિના હતા ત્યાર બાદ જુલીયસ સીઝર અને એમના પુત્ર ઓગષ્ટયસ સીઝરે તેમા પોતાના નામપર બે માસ રાખ્યા જુલાઈ અને ઓગષ્ટ, પરંતુ હિન્દુ કાલગણના ના મહિના નામ કોઈ વ્યક્તિ પર નહીં સત્યાવીસ નક્ષત્રની ચાલ અને સુર્ય સાથે તેની ચાલ મુજબ ગણત્રી કરી અને સંવતસરી તૈયાર કરવામાં આવી છે. દા.ત. મૃગ નક્ષત્ર પરથી માગસર માસ શરૂ થાય, કૃતિકા નક્ષત્ર ૫૨થી કારતક માસની શરૂઆત થાય એટલે સુર્ય ચંદ્રની ગતિ અને ચાલ મુજબ બાર મહિનાઓ સુર્ય સાથે ચંદ્રના સ્થાન પરથી થાય છે, અને સાથે રાશીઓની સ્થિતીઓ પણ જીણવટ ભરી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે.
ઉજવણી મકર સંક્રાતી હોય છે પરંતુ પૃથ્વીની ઘરી થોડી નમેલી હોય એટલે મકર સંક્રાતી ૧૨ જાન્યુઆરી થી ૧૬ જાન્યુઆરી દરમ્યાન બદલતી રહે છે. વિવેકાનંદની જયંતી ૧૨ જાન્યુઆરી નાં રોજ છે પરંતુ તે દિવસે મકર સંક્રાતી હતી. દિવાળી અને પડવા વચ્ચે ઘોકો આવે છે, તે પણ ખગોળીયા ઘટનાની ગણતરીને લીધે આવે છે. ખગોળએ વિજ્ઞાન છે. સતિષચંદ્ર વ્યાસે આવી અનેક જ્ઞાન ભરી તલસ્પર્શી વિગતો જણાવેલ હતી.
આ કાર્યક્રમનું સંચાલન રૂત્વિક પટેલે કર્યું હતું. કાર્યક્રમનો શુભારંભ મેયર વિનોદ ખીમસુર્યા અને ભાજપાના નવ નિયુક્ત અધ્યક્ષ બીનાબેન કોઠારીએ કરાવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘે શતાબ્દી વર્ષની ઉજવણી પાંચ જુદા જુદા આયામોથી કરશે તે આયામો (૧) સામાજીક સમરસ્તા, (૨) પર્યાવરણ જતંન, (૩) નાગરીક કર્યવ્ય, (૪) સ્વદેશી, (૫) કુટુંબ પ્રબોધન, આ અંગેના કાર્યક્રમો સંઘનાં સ્વયંમ સેવકો આપશે.
એડવોકેટ શ્રી અશોક નંદાએ તેના પ્રાસંગીક ઉદબોધનમાં "ધરોહર" વિશે માહિતી આપેલી અને "ધરોહર" માત્ર સંસ્થા નહીં પણ આપણી ગૌરવશાળી પરંપરાને જાળવવાનો પ્રયાસ કરશે, અને જુદા જુદા માધ્યમથી કાર્યક્રમ કરશે તેમ જણાવ્યુ હતું.
મુકેશભાઈ દાસાણીએ આભાર દર્શન કરી ને મહેમાનો નો આભાર માન્યો હતો, અને શ્રોતાઓને અભિનંદન આપ્યા હતા, કે રજાનો દિવસ અને આઈ.પી.એલ. નો મેચ ચાલુ હોવા છતાં પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને "ધરોહર" ના કાર્યકર્તાનો ઉત્સાહ વધારેલો છે, અને હરીયા સ્કુલના ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમના સંયોજકશ્રી કમલભાઈ દવેએ મેહમાનો અને શ્રોતાને આવકાર્ય હતા. તેમણે જણાવેલું કે "ધરોહર" સંઘના સ્થાપક પ.પૂ.ડો.હેડગેવારજીએ શરૂ કરેલ સંઘની શતાબ્દી વર્ષ છે. સંઘના સ્વયંમ સેવકના કર્તૃત્વથી આ ભગીરથી પ્રવાહ સમાજ જીવનમાં વધારે ચેતના લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમની શરૂઆત અશોકભાઈ ત્રિવેદ્રીએ રાગ તિલક કમોદ નવ વર્ષનાં શુભારંભ ગીતથી કર્યો હતો, અને વંદે માતરમ ગાનથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
