News of Wednesday, 30th April 2025
કચ્છના પલાસવા ગામે પરિણીત યુવકે પ્રેમિકા યુવતી સાથે સજોડે જીવ દીધો
યુવતીના સગપણ અને લગ્ન નક્કી થવાના હોઈ બંનેએ સાથે આપધાત કરી લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છના રાપર તા.ના પલાસવા ગામે ખેતરમાં પ્રેમી યુગલના ઝાડ ઉપર લટકી ગયેલી મૃત હાલતમાં મળેલી લાશ બાદ ગમગીની સાથે ચકચાર પ્રસરી હતી. દરમ્યાન આ અંગે પોલીસે આપેલી માહિતી પ્રમાણે રાપરના અમરાપર ગામના ૩૦ વર્ષીય કાનજી દેવા કોળી અને ૧૯ વર્ષીય જમનાબેન ખેતા કોળીની લાશ પલાસવા ગામે ખેતરમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવી હતી. આ બંને ૨૬/૪ થી ગુમ હતા. મૃતક યુવતી અપરિણીત હતી અને તેના સગાઈ લગ્ન નક્કી થવાના હતા. જ્યારે યુવક કાનજી પરિણીત હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
