News of Wednesday, 30th April 2025
ચોટીલા-સાયલા હાઇવે ઉપર શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપાયો
૪.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડે. કલેકટરે કાર્યવાહી હાથ ધરીઃ હાઇવે ઉપર બેરલ દ્વારા ગે. કા ઇંધણ ભરવાનો મોટો કારોબાર હોવાની આશંકા!

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૩૦: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણાની ટીમે મઘરીખડા ગામ પાસે પીકઅપ વાન ને અટકાવી તલાશી લેતાં તેમા શંકાસ્પદ લાઇટ ડીઝલ ઓઇલનો જથ્થો ભરેલા બેરલ હતા.
ઝડપાયેલ જથ્થાનાં પરવાનેદાર જયદીપભાઇ રસિકભાઈ વઘાસીયા હોવાનું તેમજ ધંધા ના સ્થળ તરીકે કોટડા સાંગાણી નું નારણકા ગામ નો પરવાનો હોવાની વિગતો ખુલી હતી.
તંત્ર એ પરવાનાનો દૂર ઉપયોગ કરી પરવાનો ગાડીમાં સાથે રાખી અત્રે વેચાણ કરતા વાનમાં ભરેલ ૧૧ બેરલ લાઈટ ડીઝલ ઓઇલ જપ્ત કરી ૧,૩૪,૯૯૨ નું એલડીઓ અને પીક અપ મળી ૫,૩૪,૯૯૨ નો મુદ્દામાલ જપ્ત કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા પ્રાત અધિકારી દ્વારા હાલ આ ઝડપાયેલા જથ્થાને જપ્ત કરી તેના સેમ્પલ લઈ તેને સીલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા ફફડાટ વ્યાપી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ લીમડી નેશનલ હાઇવે ઉપર ગે. કા પ્રવાહીનાં વેચાણની પ્રવળતિઓ મોટા પાયે ચાલતી હતી જેમા ચોટીલાની કેટલીક હોટલોમાં ચાલતા ગોરખધંધા ઉપર તવાઈ આવતા હવે અન અધિકળત વાહનોમાં ગે. કા ઇધણ ભરી આપવાનો ધંધો રનીંગ વાહનમાં શરૂ કરવામાં આવ્યો હોવાની આશંકા ઉપજી રહી છે. (તસ્વીર : હેમલ શાહ-ચોટીલા)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
