<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

સાતડાના પાટીયે રસ્‍તો ઓળંગતા વૃધ્‍ધ મોહનભાઇ સદાદીયાનું કારની ઠોકરે મોત

બામણબોર સમુહલગ્નમાં હાજરી આપીને નીકળ્‍યા બાદ બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: બામણબોર નજીક સાતડાના પાટીયા પાસે રસ્‍તો ઓળંગી રહેલા સાતડા ગામના વૃધ્‍ધ મોહનભાઇ અરજણભાઇ સદાદીયા (ઉ.વ.૭૦) રસ્‍તો ઓળંગતી વખતે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ સાતડા ગામે રહેતા મોહનભાઇ ૨૭મીએ  બામણબોર જીઆઈડીસી સામે  યોજાયેલા સમુહલગ્નમાં હાજરી આપવા ગયા હતા. પરત ફરતી વેળાએ સાતડાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતાં હતાં  ત્‍યારે કારની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં  સારવાર અપાવી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઈ શકિતસિંહ જાડેજા, રાઈટર કિર્તીરાજસિંહ સહિતે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ ત્રણ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં ચાર પુત્રી તથા બે પુત્ર છે. મોભીના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

(11:36 AM IST)