<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

જસદણમાં અરવિંદભાઇ રાઠોડ અને તેના ભાઇને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી પાઇપ-લાકડીથી હૂમલો

ધંધાકીય ખારમાં મારમાર્યોઃ મહિલા સહિત પાંચ સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૩૦: જસદણમાં ધંધાકીય ખારમાં યુવાનને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી લાકડીથી હુમલો કરનાર મહિલા સહિત પાંચ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુબ જસદણ લોરીયાનગરમાં રહેતા અરવિંદભાઇ મેઘાભાઇ રાઠોડએ ત્‍યાં જ રહેતા વિજય દિલીપભાઇ મેટાળીયા, સંજય દિલીપભાઇ મેટાળીયા, મેહુલ દિલીપભાઇ મેટાળીયા, દિલીપ મેટાળીયા તથા રસીલાબેન દિલીપભાઇ મેટાળીયા સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી આરોપી વિજય સાથે ટ્રેકટર માટીકામમાં ચલાવતા હતા બાદમાં આરોપી વિજયે પોતાનું લોડર વેંચી દેતા ફરીયાદી ટ્રેકટર છુટક ભાડામાં ચાલુ કરી દેતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ઘર બહાર બોલાવી જાતિ પ્રત્‍યે અપમાનીત કરી લોખંડના પાઇપ- લાકડીથી હુમલો કર્યો હતો. તેમજ વચ્‍ચે પડેલ ફરીયાદીના ભાઇ ભરતભાઇને પણ પાઇપ ઝીંકી ઇજા કરી હતી. અને ફરીયાદીની પત્‍નીને ધકો મારી પાડી દઇ ઇજા કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ઉકત પાંચેય સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(11:37 AM IST)