News of Wednesday, 30th April 2025
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક :300 બોક્સ હાફૂસ કેરી પણ આવી :જાણો શું રહ્યાં ભાવ
જાણો જૂનાગઢ, પોરબંદર ,નવસારી અને તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીના ભાવ અને વેચાણ

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક થઇ રહી છે. 500 બોક્સ કેસર કેરીની આવક અને 300 બોક્સ હાફૂસ કેરીની આવક થઇ છે. બંને મળી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીના 800 બોક્સની આવક થાઇ છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના ભાવ 600 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી નોંધાયો હતો. 500 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ હતી. 1000 રૂપિયા સરેરાશ ભાવ જોવા મળી રહ્યો છે. હાફૂસ કેરીનો ભાવ 750 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી જોવા મળ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં 300 બોક્સ હાફૂસ કેરીની આવક થઇ છે. 1000 રૂપિયા સરેરાશ ભાવ જોવા મળ્યો હતો.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનો ભાવ 20 કિલોનો રૂ. 1100 થી રૂ. 2200 સુધી નોંધાયો હતો. એટલે કે કેરીના 10 કિલોના ભાવ જોઇએ તો 1100 રૂપિયા સુધી બોલાયા છે. આજે 827 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું. હાલમાં કેરીની આવક ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.
પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 2600 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 1200 રૂપિયા બોલાયો હતો.
નવસારી માર્કેટ યાર્ડમાં કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 500 રૂપિયા બોલાયો છે. 28 એપ્રિલના રોજ નવસારી યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1925 રૂપિયા અને નીચો ભાવ 1070 રૂપિયા બોલાયો હતો.
તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 1150 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 625 રૂપિયા બોલાયો છે. 28 એપ્રિલના રોજ તાલાલા યાર્ડમાં કેસર કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 1225 રૂપિયા અને નીચો ભાવ 675 રૂપિયા બોલાયો હતો.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
