News of Wednesday, 30th April 2025
ભડભડતા ઉનાળે ભારે પવન-કરા સાથે બે ઈંચ જેટલો વરસાદ ખાબકશે
૩ જી મે થી ગુજરાત નજીક અપર એર સર્કયુલેશન સર્જાશે વાતાવરણમાં અચાનક પલ્ટો આવશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ ઉનાળું સિઝનનો પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે કે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં માવઠું થવાની પુરી શકયતા સેવાઇ રહી છે. અત્યારે સાઉથ રાજસ્થાન ઉપર એક અપર એર સર્કયુલેશન છે અને ઉત્તર મધ્યપ્રદેશ ઉપર પણ એક અપર એર સર્કયુલેશન છે જોકે ભેજના અભાવથી આ સિસ્ટમ્સ ગુજરાતને અસરકર્તા નથી પરંતુ ૩ જી મે આસપાસ ગુજરાત નજીક એક સિસ્ટમ્સ બનશે. અરબી સમુદ્રના ભેજ વાળા પવન ગુજરાત ઉપર થઇને આ અપર એર સર્કયુલેશન તરફ જશે જેના પગલે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધશે માટે ૩ મેં થી ૯ મેં સુધી વાતાવરણમાં અસ્થિરતા આવશે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં માવઠું થશે. પૂર્વ ગુજરાત અને સાઉથ સૌરાષ્ટ્રથી માવઠાની શરૂઆત થશે અને ધીરે ધીરે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારને માવઠું આવરી લેશે. જ્યાં ગાજવીજ થાય ત્યાં અસ્થિરતા ને કારણે તોફાની પવન પણ ફૂંકાઈ શકે અમુક જગ્યાએ કરા પણ પડશે કોઇ જગ્યાએ બે બે ઈંચ સુધી વરસાદ ખાબકશે તેમ હવામાન નિષ્ણાત (રમેશ બસીયા) (નાના ખીજડીયા ટંકારા) એ જણાવ્યું હતું.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
