<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ‘લૂ' ફેંકતો પવન ફુંકાયો

મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે ‘લૂ' ફેંકતો પવન ફુંકાતા કાળઝળ ગરમી પડે છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :  ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે.  મંગળવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી નોંધાયો હતો જ્‍યારે  લઘુતમ તાપમાન ૨૫.૦ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા રહ્યું હતું જ્‍યારે પવનની ઝડપ ૨૬ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ.પ, મહત્તમ તાપમાન ૩૭.ર, ભેજનું પ્રમાણ ૭૮ ટકા, પવનની ગતિ ૧૦.૮ કિ. મી. રહી હતી.

(11:53 AM IST)