News of Wednesday, 30th April 2025
ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા : સુરક્ષા દિવાલ તૂટતા હાલાકી : લોકો ભારે પરેશાન
ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા દિવાલ તૂટતા દરિયાના પાણી ઘોઘા ગામમાં ઘૂસી ગયાં છે. પાણીના કારણે લોકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સંરક્ષણ દીવાલ તૂટતા દરિયાનું પાણી ગામમાં ઘૂસતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. વર્ષમાં એક વાર અમાસના દિવસે આ દરિયામાં ભરતી આવે છે.
દીવાલની જવાબદારી ગુજરાત મેરીટાઇમ, લાઈટ હાઉસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ અલંગ મરીન બોર્ડ સહિત ચાર અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતી ન બનતા દીવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
