<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

કાલે ગુજરાત રાજયનો સ્‍થાપના દિવસ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩૦ :.. કાલે તા. ૧ મે એટલે ગુજરાત રાજયનો સ્‍થાપના દિવસ બૃહદ મુંબઇ રાજય માંથી અલગ થઇ ગુજરાતના નામ કરણ સાથે કયાં કારણો થી અલગ, સ્‍વતંત્ર થયુ તે બાબત એટલી મહત્‍વની નથી પણ જે મહત્‍વતા-વિશેષતાઓ અન્‍ય રાજયોની સરખામણીએ વિશેષ છે તે જ બાબત મહત્‍વતા ધરાવે છે.

રાષ્‍ટ્રપિતા, મહાત્‍મા ગાંધીનો જન્‍મ ગુજરાતની ભૂમિમાં થયો છે. દારૂબંધી ધરાવતુ પ્રથમ રાજય છે. અને રહીશ, શાસન અવધીમાં અહીં મુખ્‍યમંત્રી તરીકે હેટ્રિક સર્જી, વડાપ્રધાન પદે પણ હેટ્રિક સર્જનાર નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતની ભૂમિના જ સપુત છે. અહીં મુખ્‍યમંત્રી પદે જીવરાજભાઇ મહેતાથી માંડીને વર્તમાને ભુપેન્‍દ્રભાઇ પટેલ આરૂઢ થયેલ છે. જો કે વચ્‍ચે ૧૯૯૬ માં અહીં રાષ્‍ટ્રપતિ શાસન પણ થોડા સમય માટે રહ્યું હતું.

(12:14 PM IST)